For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ છેડતીનો આરોપ મુકાતા આધેડનો આપઘાત

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટના માધાપર ચોકડી નજીક એક નવા બની રહેલા પાર્ટી પ્લોટમાં ઓરિસ્સાના શ્રમિકનો ગળુ દબાવીને હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. અમદાવદના લો ગાર્ડન સ્થિત બેંક ઓફ બરોડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આધેડ પર સાથી મહિલા કર્મચારીએ છેડતીનો આરોપ મુક્યો હતો. જેથી ક્લાર્કે ગુરુવારે બપોરે બેન્કની ઇમારતના ચોથા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાનની હત્યા

દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાનની હત્યા

રાજકોટના માધાપર ચોકડી નજીક એક નવા બની રહેલા પાર્ટી પ્લોટમાં ઓરિસ્સાના શ્રમિકનો ગળુ દબાવીને હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બે શ્રમિકો સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ ઝઘડો થતા તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મોરબીમાં છ લાખના સેલફોનની ચોરી

મોરબીમાં છ લાખના સેલફોનની ચોરી

મોરબીના રામચોક વિસ્તારમાં આવેલા સેમસંગ કાફે નામના મોબાઇલ સ્ટોરમાં છ લાખની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ છે. બનાવ અંગે જાણવા મળ્યાનુસાર પોલીસે ચોરને પકડવાની કવાયદ હાથ ધરી છે. ચોરી કરનારા ત્રણ શખ્સો સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.

છેડતીનો આરોપ મુકાતા આધેડનો આપઘાત

છેડતીનો આરોપ મુકાતા આધેડનો આપઘાત

અમદાવદના લો ગાર્ડન સ્થિત બેંક ઓફ બરોડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આધેડ પર સાથી મહિલા કર્મચારીએ છેડતીનો આરોપ મુક્યો હતો. જેથી ક્લાર્કે ગુરુવારે બપોરે બેન્કની ઇમારતના ચોથા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. કર્મચારીએ બેન્કને કરેલા ઇમેઇલમાં લખ્યું છેકે છેડતીનો આરોપ સાથે હું જીવી શકુ તેમ નથી, મારો મૃતદેહ મારા પરિવારજનોને આપવાના બદલે દાન કરી દેજો.

રાજકોટ પાસે રીક્ષા-ટ્રેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

રાજકોટ પાસે રીક્ષા-ટ્રેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

રાજકોટના મોરબી હાઇવે પર ટ્રેન અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે બેને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર રીક્ષા ચાલક જ્યારે ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનની ટક્કર વાગતા રીક્ષા 1 કિ.મી સુધી ઢસડાઇ હતી. બનાવ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

English summary
Here is the list of Today's news of Gujarat. adged man committed suicide in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X