દ્વારકા જિલ્લામાં વધુ 200 ધાર્મિક સ્થળો તોડી પાડવા વહીવટી તંત્રની નોટિસ, પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

રાજ્યમાં હાલ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે તેમાંથી દ્વારકા જિલ્લો પણ બાકાત નથી. દ્વારકા જિલ્લામાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે અને જિલ્લામાં ગેરકાયદે દબાણો હોય તે સ્થળો પર નોટિસ પણ આપવામાં આવી છે.

દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે સ્થળો પર દબાણો હોય અને નોટિસ પાઠવી હોય તેમાં ધાર્મિક સ્થળો પણ આવી જાય છે અને આ ધાર્મિક સ્થળો પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ હાલમાં જ તંત્ર દ્વારા દ્વારકા જિલ્લામાં 200થી વધુ ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે નોટિસ પાઠવી છે.

ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા દ્વારા પત્ર લખીને તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં પાલ આંબલિયાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને ધાર્મિક સ્થળોને તોડી પાડવાની તંત્રની કામગીરીને વખોડી છે.

https://www.facebook.com/plugins/video.php?height=316&href=https%3A%2F%2Fwww.facebook.com%2Foneindiagujarati%2Fvideos%2F1249571136140007%2F&show_text=false&width=560&t=0

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, જે ધાર્મિક સ્થળોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે તે પૈકી કેટલાય સ્થળો આઝાદી પહેલાના છે, આ ધાર્મિક સ્થળો આસ્થા, ભાઈચારા, સૌહાર્દ, કોમી એખલાસનું પ્રતીક છે.

આ ધાર્મિક સ્થળો પર ગ્રામજનો દરેક તહેવારમાં જ્ઞાતિ જાતિ ધર્મ બાજુએ મૂકી રંગેચંગે તહેવારો ઉજવે છે અને નોટિસ આપેલા પૈકી કેટલાક ધાર્મિક સ્થળોમાં ચૂંટાયેલા પ્રતિનિધિની ગ્રાન્ટ વાપરી છે.

palambaliya

જો જન પ્રતિનિધિની ગ્રાન્ટ વપરાઇ હોય તો તે સ્થળો ગેરકાયદેસર કેવીરીતે હોઈ શકે ? જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર હતા તો ત્યાં જન પ્રતિનિધિની ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી ? ચાલુ વર્ષે પણ દ્વારકા જિલ્લામાં 20 કરોડની ગ્રાન્ટ આવા જ ધાર્મિક સ્થળોમાં મંજૂર કરાઈ છે.

પાલ આંબલિયાએ તંત્રની આ પ્રકારની કામગીરી સામે વધુમાં પ્રશ્ન કરતા પત્રમાં જણાવ્યું હતુ કે, એક બાજુ સરકાર ગ્રાન્ટ વાપરે અને બીજી બાજુ એ જ સ્થળોને ગેરકાયદેસર બતાવે આવી બેધારી નીતિ કેમ ? સરકારે ગેરકાયદેસર દબાણ દૂર કરવા જ હોય તો શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરે.

સરકારે દબાણ દૂર કરવા જ હોય તો ઘડી કંપનીએ જે રાજમાર્ગ બંધ કર્યો છે તેને પહેલા ખુલ્લો કરવામાં આવે, સરકારે દબાણ દૂર કરવા જ હોય તો વિન્ડફાર્મ કંપનીઓએ ગેરકાયદે ઉભા કરેલા વિન્ડપોલ પહેલા તોડવામાં આવે સરકારના માનીતા લોકો માટે ઈંપેક્ટ ફી નો કાયદો આવે તો ધાર્મિક સ્થળો માટે કેમ નહિ ?

નામદાર સુપ્રીમ, હાઇકોર્ટના સુચનને આગળ કરી ધાર્મિક સ્થળોને નોટીસ આપવામાં આવી છે, નામદાર હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટે આપેલા અનેક ચૂકાદાઓનો અમલ પેન્ડિંગ છે, તેથી આવા પેન્ડિંગ તમામ ચુકાદાઓનો અમલ પહેલા કરવામાં આવે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X