For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક બોલ્યો- અમિત શાહ ગૃહમંત્રી બનતાં જ મળી રહી છે ધમકી, 'અબ તેરા ક્યા હોગા'

હાર્દિક બોલ્યો- અમિત શાહ ગૃહમંત્રી બનતાં જ મળી રહી છે ધમકી, 'અબ તેરા ક્યા હોગા'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શપથ ગ્રહણ બાદ શુક્રવારે મોદી કેબિનેટમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી. નવી કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, જેમણે શનિવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો. કેટલાય નેતાઓએ અમિત શાહને રક્ષામંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે, જ્યારે ગુજરાતના કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલે અમિત શાહ ગૃહ મંત્રી બનતા ટ્વીટ કરીને કહ્યું કે તેને ધમકી ભરેલા મેસેજ મળી રહ્યા છે.

ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે

ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે

હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું કે, 'અમિત શાહ ગૃહ મંત્રી બન્યા છે માટે તેમને હાર્દિક શુભકામના પાઠવું છું. પરંતુ આજે કેટલાક ભક્તોએ મને મેસેજ કર્યો છે કે અબ તેરા ક્યા હોગા હાર્દિક. મતલબ કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ભારે ખુશ છે. ભાજપા વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવાનોને મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા.'

પટેલે અમિત શાહ પર લગાવ્યા હતા આરોપ

ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા રહી ચૂકેલ હાર્દિક પટલે કોંગ્રેસનો હાથ થામ્યા બાદ લોકસભા ચૂંટણીમાં ભારે પ્રચાર કર્યો હતો. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર ઉપરાંત મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે અમિત શાહના ઈશારે રાજ્યમાં પ્રદર્શનકારિઓ સાથે સખ્ત વલણ અપનાવવામાં આવ્યું હતું.

અમિત શાહ બન્યા ગૃહમંત્રી

અમિત શાહ બન્યા ગૃહમંત્રી

હાર્દિક પટેલે ટ્વીટ કરીને પૂછ્યું કે ભાજપ વિરુદ્ધ લડતા અમારા જેવા યુવાનોને મારી નાખવામાં આવશે? જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 સીટ પર જીત નોંધાવી હતી. વર્ષ 2018ની જેમ જ આ ચૂંટણીમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી. અમિત શાહની વાત કરીએ તો ગાંધીનગરથી ચૂંટણી જીતીને આવેલ ભાજપના અધ્યક્ષને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. પહેલીવાર મોદી કેબિનેટમાં સામેલ અમિત શાહને ગૃહ મંત્રાલયનો ચાર્જ મળ્યો છે, જ્યારે ગત સરકારમાં ગૃહ મંત્રી રહેલ રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાછલી સરકારમાં રક્ષા મંત્રી રહેલ નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.

અમિત શાહ સહિત 3 ગુજરાતી બન્યા મોદીના મંત્રી, 2ને ફરીથી મળ્યો મોકો અમિત શાહ સહિત 3 ગુજરાતી બન્યા મોદીના મંત્રી, 2ને ફરીથી મળ્યો મોકો

English summary
after amit shah became home minister i am getting threats says hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X