દિલ્હીમાં CBIની રેડ બાદ ગુજરાતમાં AAPનો વોટશેર 4 ટકા વધ્યો-કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં મોટો દાવો કર્યો છે.
દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં મોટો દાવો કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જણાવ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વોટ ટકાવારીમાં ચાર ટકાનો વધારો થયો છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે નકલી કેસ કરીને ભાજપને શું મળે છે? તમે દેશનો સમય બગાડો છો. મનીષ સિસોદિયા પર દરોડા પડ્યા ત્યારથી ગુજરાતમાં અમારો વોટ શેર 4 ટકા વધ્યો છે, જો ધરપકડ કરાશે તો 6 ટકા વોટશેર વધશે.

કેજરીવાલે દાવો કર્યો કે, CBIએ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તલાશી લીધી. સીબીઆઈના લોકો કહે છે કે તેઓને સિસોદિયા સામે કંઈ મળ્યું નથી, પરંતુ તેઓ તેમની ધરપકડ કરવા માટે દબાણ હેઠળ છે. તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે.
ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના નેતાઓએ AAP ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના કોઈપણ ધારાસભ્યોએ તેમની ઓફર સ્વીકારી નહીં. કેજરીવાલે કહ્યું કે, સંપૂર્ણ રીતે ભ્રષ્ટ પાર્ટીમાં શિક્ષિત લોકોની અછત છે જ્યારે કટ્ટર પ્રમાણિક પાર્ટીમાં શિક્ષિત, IIT ડિગ્રી ધારકો છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ ધારાસભ્યોને ખરીદવા માટે 20-50 કરોડ ખર્ચી રહ્યા છે. જો મારે શાળાઓ અને હોસ્પિટલો બનાવવી હોય તો શું હું કંઈ ખોટું કરી રહ્યો છું.












Click it and Unblock the Notifications
