કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ વધી પક્ષની મુશ્કેલીઓ, જાણો તેમના વિશે બધુ
Congress Leader Rohan Gupta: અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે. તેમના પિતાની ગંભીર તબિયતનો હવાલો આપીને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરેલા નિવેદનમાં ચૂંટણીની રેસમાં આગળ વધવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.
રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ગંભીર તબીબી સ્થિતિને કારણે, મારા પિતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ."

કોંગ્રેસ માટે એક મોટા ઝટકા સમાન હતુ. પક્ષ માટે તેમની જગ્યાએ કોઈ બીજા ઉમેદવારને શોધવાનુ મુશ્કેલ રહેશે. તેમને બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા ટીમના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના પરિવારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોઈ સ્વજન સાથેના સંબંધ સાર્વજનિક થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે 48 વર્ષીય રોહન ગુપ્તાએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. કોંગ્રેસમાં સોશિયલ મીડિયા હેડ રહી ચૂક્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવેલી છે. તેઓ રાષ્ટ્રીય મીડિયા ચર્ચાઓમાં તેમની સ્પષ્ટ હાજરી માટે જાણીતા હતા.13 માર્ચે તેમનુ નોમિનેશન પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં તેની સંભાવનાઓને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવ્યુ હતુ.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર પણ 40 વર્ષથી કોંગ્રેસી છે. તેમણે પણ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પોતાનુ રાજીનામુ મોકલી દીધુ. રાજકુમારે 20 વર્ષ પહેલા અમદાવાદ પૂર્વ લોકસભા સીટથી ચૂંટણી લડી હતી. કોંગ્રેસના એક નેતાના જણાવ્યા મુજબ રાજકુમારને એવુ લાગતુ હતુ કે 2004ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાંથી તેમની હાર અમુક હદ સુધી આંતરિક વિખવાદના કારણે થઈ હતી. પક્ષની અંદર અમુક લોકોએ તેમને નીચે ખેંચી લીધા અને તેમની હાર નિશ્ચિત કરી હતી. તેઓ નહોતા ઈચ્છતા કે રોહનને પણ આવુ જ કરવુ પડે.
જૂન 2022માં રોહન ગુપ્તાને જે વિવાદનો સામનો કરવો પડ્યો હતો તેમાં એ હતુ કે તેમની પત્ની યોગિતા અને ભાઈ અર્પણ સનબર્ડસ ઈંફ્રાબિલ્ડમાં ભાગીદાર હતા. આ કંપનીના પ્રમોટર અમિત શાહના નજીક ગણાતા અજય પટેલ હતા. 2018માં આ અજય પટેલે અમિત શાહ સામે કરેલી ટિપ્પણી પર તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકમાં મોટી માત્રામાં પૈસાની લેવડ-દેવડ થઈ હતા. આમાં અમિત શાહ પણ એક હતા. ગુજરાત કોંગ્રેસના એક નેતાએ કહ્યુ કે રાજકુમારને એ ચિંતા હતી કે તેમના દીકરાને ટિકિટ આપ્યા બાદ આ મામલાને ફરીથી ઉછાળવામાં આવશે.












Click it and Unblock the Notifications
