હાર્દિક પટેલે સુરતીઓને લેવડાવી શપથ, ભાજપ વોટ ન આપો

Written By:
Subscribe to Oneindia News

રાજકોટ પછી સુરતના યોગી ચોકમાં હાર્દિક પટેલ વિશાય સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ભાજપને વોટ ના આપવાના શપથ લેવડાવ્યા. હાર્દિક પટેલે આ હુંકાર રેલીમાં કહ્યું કે આ લડત આપણા હકની લડત છે. આપણે કોઇ પાર્ટીને જીતાડવા કે હરાવા નથી આવ્યા પણ આપણે રોજગાર જોઇએ છે. તેણે કહ્યું કે પાટીદારો કેશુબાપાની ભાજપમાં હતા આવા લુખ્ખાઓની પાર્ટીમાં નહીં. આ પ્રસંગે પણ તેણે કહ્યું કે ગુજરાતની જનતા 22 વર્ષના વિકાસની સીડી જોવા ઇચ્છે છે નહીં કે 22 વર્ષના દિકરાની સેક્સ સીડી. તેણે કહ્યું કે આપણી વેલ્યું શું ચૂંટણી વખતે ભજીયા, ચવાણા કે પેંડા જેટલી જ રહી ગઇ છે. સરકારના લોકોએ આ વખતે દિલ્હીમાં પણ પાટીદારોની નોંધ લીધી છે.

Hardik patel

આમ કહી તેને ત્યાં હાજર લોકોને આ વખતે ભાજપને વોટ ના આપવા માટે શપથ લેવડાવ્યા. ઉલ્લેખનીય છે કે રાજકોટ પછી સુરતમાં પણ મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય કોમના લોકો હાર્દિકની સભામાં ઉમટી પડ્યા હતા. ત્યારે એક પછી એક હાર્દિક ભાજપને વોટ ન આપવા માટે સભાઓ કરી રહ્યો છે. ત્યારે લોકો હાર્દિકની શપથ માની ભાજપને વોટ નથી કરતા કે પછી ભાજપને વોટ કરે તે વાતની સચ્ચાઇ તો 18મી ડિસેમ્બર જ ખબર પડશે. પણ હાલ તો લોકોની મોટી ભીડ હાર્દિકની એક પછી એક સભામાં હાજરી આપે છે તે હકીકત છે

English summary
After Rajkot, once again in Surat Hardik proved his strength. Read more on Hardik's surat sabha here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.