રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો:મંત્રી ઋષિકેશભાઈ પટેલ

મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એકશન પ્લાન સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયો છે. રાજયની વિવિધ વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાના પરિણામે આ કામગીરી શકય બની છે.

RUSHIKESH PATEL

તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત માળખાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. જેમાં DGVCL હેઠળ કુલ 208 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 43 ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. એજ રીતે MGVCL હેઠળ કુલ 1048 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 73 ટીમો પહેલેથી જ ઉપલબ્ધ હતી અને વધારાની 6 ટીમો DGCVLમાંથી તથા 5 ટીમો UGVCLમાંથી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.

આ ઉપરાંત UGVCL અને PGVCL હેઠળ પર્યાપ્ત મટીરીયલ્સ, મેનપાવર, વાહનોના આગોતરા આયોજનના કારણે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરી માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. આ વર્ષે ત્રાટકેલા ભારે વરસાદ સહિત ચક્રવાતી પવનથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું અને રાજ્યના ઘણા ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં વીજલાઈનો અને ટ્રાન્સફોર્મરોને મોટાપાયે નુકસાન થયું હતું. UGVCLના બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, PGVCLના ભાવનગર, કચ્છ, MGVCLના આણંદ, છોટાઉદેપુર અને DGVCLના તાપી, ભરૂચના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

વીજ વિતરણ માળખાને થયેલ નુકસાનની વિગતો જોઈએ તો 12776 થાંભલા, 1233.5 કિમીની HT લાઈન, 1279.8 કિમીની LT લાઈન, 371 ટ્રાન્ફોર્મરને નુકસાન થયું હતું. આના કારણે કુલ 18,225 ગામોમાંથી 4,215 ગામોના વીજ પુરવઠાને ગંભીર અસર થઈ હતી.
હાલના હયાત ભાવો મુજબ અંદાજે રૂ. 20.95 કરોડનું નુકસાન આંકવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X