Video : આદિવાસી દિવસની ઉજવણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજીને દેશી દારૂ પીવા લાગ્યા, વીડિયો વાયરલ
આજે ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં નર્મદાના ડેડિયાપાડા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીંથી હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાઘવજી પટેલ પુજા માટે આપેલો દેશી દારૂ પીવા મોઢે લગાવતા જોઈ શકાય છે.

આદિવાસી પરંપરા અનુસાર દેશી દારૂથી ધરતીનો અભિષેક કરાય છે. આ અભિષેક માટે ત્યાં હાજર તમામ લોકોને પડીયામાં દેશી દારૂ આપવામાં આવ્યો હતો. જો કે રાઘવજી પટેલને આ પંરપરાની જાણ નહોતી.
કૃષિમંત્રી રાઘવજી પટેલને આ આદિવાસી પરંપરાની જાણ ન હોવાથી તે આ દારૂને ચરણામૃત સમજી બેઠા હતા અને દેશી દારૂનો પડીયો મોઢે લગાવીને પીવા લાગ્યા હતા. આ દરમિયાન કોઈએ તેમને સમજવાતા તેમને પોતાની ભુલ સમજાઈ અને પડીયો પાછો લઈ લીધો.
હવે રાઘવજી પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને દુનિયાભરમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
