For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SEBIએ સીએમ રૂપાણીની કંપની પર ફટકાર્યો 15 લાખનો દંડ

સેબીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કંપની પર 15 લાખનો દંડ ફટકાર્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે નવી મુસીબત આવીને ઊભી થઇ છે. સેબી(Security and Exchange Board of India)એ વિજય રૂપાણીની કંપનીને મોટો દંડ ફટકાર્યો છે. સેબી દ્વારા વિજય રૂપાણીની હિંદુ અખંડ પરિવાર કંપની પર 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે તેમણે 45 દિવસની અંદર ભરવાનો રહેશે. સીએમ રૂપાણીની કંપની પર સારંગ કેમિકલ્સ સાથે વેપારમાં હેરફેરનો આરોપ મુકવામાં આવ્યો છે. સેબી અનુસાર વર્ષ 2011માં જાન્યુઆરીથી લઇને જૂન સુધીમાં આ હેરફેર કરવામાં આવી હતી.

vijay rupani sebi

22 કંપનીઓ પર ફટકારાયો દંડ

આ સાથે જ બીજી પણ કુલ 22 કંપનીઓ પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ 22 કંપનીઓ પર કુલ 6.9 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેબીની નોટિસમાં લખવામાં આવ્યું છે કે, આ કંપનીઓએ રોકાણકારોને આકર્ષવા માટે એકબીજાના શેરનો વેપાર કર્યો હતો. આ પહેલાં મે, 2016માં સેબી દ્વારા જાહેર કરવામાં આવેલ એક નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, આ 22 કંપનીઓએ સેબીની એક કલમનું ઉલ્લંઘન કર્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

નોંધીનય છે કે, આ વખતે રાજ્યમાં ચૂંટણી પહેલાં ભાજપ માટે ખાસ સાનુકૂળ વાતાવરણ નથી. પાટીદાર આંદોલનને પરિણામે ભાજપ પહેલાં જ અનેક આંદોલનનો સામનો કરી રહ્યું છે. એવામાં જો આ વિવાદને હવે મળે તો ભાજપ માટે નવી મુસીબત ઊભી થઇ શકે એમ છે. ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની હેઠળ આ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

English summary
Ahead of Gujarat Elections 2017, SEBI penalizes CM Vijay Rupani's company for unfair trade practices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X