સોમવારથી અમદાવાદના 145 બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરો ફ્રી વાઇફાઇ સુવિદ્યાનો ઉપયોગ કરી શકશે

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

બીઆરટીએસમાં નિયમિત મુસાફરી કરતા અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ સારા સમાચાર લાવ્યુ છે. હવે સોમવારથી અમદાવાદના 145 બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરો ફ્રી વાઇફાઇ સુવિદ્યાનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad BRTS Bus Stand

આ જાહેરાત એએમસીએ શનિવારે સાંજે કરી છે. સ્માર્ટ સીટી અંતર્ગત બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ પર જનમિત્ર વાઇફાઇ શરૂ કરાશે. જેમાં બીઆરટીએસમાં જનમિત્ર કાર્ડ ધરાવનાર મુસાફરોને 2 એમબીપીએસની સ્પીડ મળશે. જ્યારે અન્ય મુસાફરોને 1 એમબીપીએસની સ્પીડ મળશે. આ સેવા સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મળશે. જો કે એએમસીએ આ માટે સુરક્ષાના મુદાને પણ ધ્યાનમાં રાખ્યો છે અને વાઇફાઇ સેવાનો ઉપયોગ કરવા માટે મોબાઇલમાં ઓટીપી જનરેટ કરવો પડશે. જે ઓટીપીને મોબાઇલમાં એન્ટર કરીને વાઇફાઇ સેવાનો ઉપયોગ કરી શકાય. એકવાર ઓટીપી ઉપયોગ એક અઠવાડિયા સુધી કરી શકાશે અને ત્યારબાદ નવો ઓટીપી જનરેટ કરવાને રહેશે.

આ ઉપરાંત, વાઇફાઇ સિસ્ટમમાં એડલ્ટ અને પોર્ન કન્ટેન્ટ, વાંધાનજક વેબલીંક, તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત વેબસાઇટનો ઉપયોગ કરી શકાશે. આ માટે નિયત્રણ રાખવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. તેમજ કોઇ વાંધાનજક કે શંકાસ્પદ વેબ સાઇટનો ઉપ.યોગ કરે તો તેમનો મોબાઇ ફોન બ્લેક લીસ્ટમાં મુકી દેવામાં આવશે. જ્યારે આગામી દિવસોમાં વાઇફાઇ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો, ઝોનલ કચેરીઓ સહિત અન્ય સ્થળોએ તબક્કા વાર શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા કાંકરીયા તળાવ,રીવર ફ્રન્ટ ખાતે ફ્રી વાઇફાઇ સેવા શરૂ કરી હતી જો કે થોડા મહિના ચલાવ્યા બાદ આ વાઇફાઇ સેવાને સુરક્ષાનું કારણ આપીને બંધ કરી દેવામાં આવી હતી. અને માંડ માંડ ચાર મહિના પહેલા જ શરૂ કરવામાં આવી છે. જો કે તેમાં પણ કોઇ પુરતી સ્પીડ કે ડેટા જનરેટ થતા ન હોવાની ફરિયાદ પણ વાંરવાંર ઉઠી છે. ત્યારે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આ સિસ્ટમ આવકાર દાયક છે પણ સર્વિસની ગુણવતા જળવાઇ રહે તે જરૂરી છે અને હાલ જ્યા ફ્રી વાઇફાઇ સેવા ચાલી રહી છે ત્યાં પણ ઘણા સુધારાની જરૂરીયાત છે નહીતર માત્ર વાઇફાઇ સેવા કાગળ પર જ રહી જશે અને સ્માર્ટ સીટી પણ નામ પુરતુ જ રહેશે.

English summary
Ahmedabad 145 BRTS Bus Stand provides free wifi services

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.