અમદાવાદ: આદિનાથ નગરમાં પાણીની ટાંકીમાં ડૂબતા 2 બાળકોનું મોત

Subscribe to Oneindia News

અમદાવાદના આદિનાથ નગરમાં પાણીની ટાંકીને લીધે હસતો-રમતો પરિવાર કલ્પાંત કરતો થઈ ગયો હતો. બે બાળકો રમતી વખતે પાણીની ટાંકીમાં પડી ગયા હતા અને તે બાળકોના કરૂણ મોત નીપજ્યાં હતા. અમદાવાદના પૂર્વમાં આવેલા આદિનાથ નગરમાં આવેલી યશોદા પાર્ક સોસાયટી રહેતા ઉત્તર ભારતીય દંપતીના ત્રણ બાળકો હતા. બપોરના સમયે માતા-પિતા કામ પર ગયા હતા, તે સમયે રમતી વખતે 3 વર્ષનો મંજિત નામનો દીકરો પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને તેને બચાવવા જતા તેની પાંચ વર્ષની બહેન આંચલ પણ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. બપોરના સમયે પાડોશીઓ પણ બહાર ન હતા. આથી આ દુઃખદ દુર્ઘટનાની કોઈને જાણ નહોતી થઈ.

ahmedabad

જ્યારે પાડોશમાંથી કોઈ બહાર આવ્યું તો એક જ બાળકને ટાંકી પાસે જોયું હતું. તેમણે બાળકને પૂછ્યું તો તેણે કીધું કે તેનો ભાઈ અંદર પડી ગયો છે. આ સાંભળી તુરંત જ પાડોશીઓ હરકતમાં આવ્યા હતા અને આંચલની શોધખોળ શરૂ કરી હતી, જે પછી તે પણ પાણીની ટાંકીમાં પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પડોશીઓએ જ તેમના માતા-પિતાને જાણ કરી હતી અને બાળકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જો કે હોસ્પિટલમાં બાળકોને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો અને આસપાસમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો હતો.

English summary
Ahmedabad: 2 children drowned in a water tank.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.