અમદાવાદ થયું જળબંબાકાર, શાળાઓમાં જાહેર કરાઇ રજા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં રવિવાર રાતથી અવિતર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં ગત થોડાક દિવસથી વરસાદી બેટિંગ સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વળી શનિ અને રવિવારના ભારે વરસાદને જોતા સોમવારે મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી છે. તો સામે પક્ષે વાસણા બેરેજના પણ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.

rain

અને તેની કુલ સપાટી 128.75 ફૂટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભરમાં હાલ અતિવૃષ્ટી થઇ હોવાના કારણે સ્થિતિ વણસી છે. જો કે ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પણ પડ્યા છે. તો બીજી તરફ આજે પહેલા શ્રાવણ માસનો સોમવાર હોવાના કારણે શ્રદ્ધાળુઓને વરસાદના પગલે દર્શનાર્થે જવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નોકરીયાત લોકો પણ ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. વળી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઇ છે.

rain

તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર પાણી નીકાળવાના અને તૂટેલા રોડને ઠીક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં ભાજપ દ્વારા પણ એક હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમને શરૂ કરવામાં આવ્યો છે. ભાજપાના આ કંટ્રોલરૂમને સંપર્ક કરવા માટે (079) 23276944 નંબર પર કોલ કરી શકો છો.

rain

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે મૂશ્કેલી વણસી છે. ચોટિલા જિલ્લામાં અનેક ગામો જળમય થઇ ગયા છે. અને અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ પણ આજે ભારે થી અતિ ભારે વરસાદની જાહેરાત કરી છે. 

rain
English summary
Ahmedabad : After heavy rain, schools are closed on Monday. See hera photos of Ahmedabad rain.
Please Wait while comments are loading...