અમદાવાદ: બેંક મેનેજરનું જ ક્રેડિટ કાર્ડ થયું હેક!

Subscribe to Oneindia News

ઓનલાઇન ચીટીગના કેસમાં સામાન્ય માણસ તો શિકાર બનતા જ હોય છે, પરંતુ હવે બેંકના મેનેજરને પણ ઓન લાઇન ચીટીંગ કરતી ગેંગ દ્વારા ટારગેટ કરીને ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાંની બારોબાર ટ્રાન્સફર કરવામાં આવે છે. મંગળવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક્સિસ બેંકના મેનેજરનું ક્રેડિટ કાર્ડ હેક કરીને રૂપિયા 2.96 લાખની ચૂકવણી ફેસબુક એડમાં બારોબાર કરી હતી. જો કે, આ બાબતની જાણ થતા બેંકના મેનેજરે તાત્કાલિક કાર્ડને કેન્સલ કરાવી દેતા બીજી રકમનું ટ્રાન્ઝેકશન અટકી ગયું હતું. અંકિત સક્સેના સી જી રોડ પર આવેલા ગંગા જમના એપાર્ટમેન્ટમાં રહે છે અને વસ્ત્રાપુરમાં આવેલી એક્સિસ બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે.

Ahmedabad

સોમવારે બપોરે અંકિતભાઇના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો હતો કે, તેમના એસબીઆઇના ક્રેડિટ કાર્ડથી ફેસબુક એડ પર ડોલર તેમજ પાઉન્ડ ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂપિયા 2.96 લાખ કાર્ડમાંથી ડેબિટ થઇ ચુક્યા હતા. જેથી તેણે તાત્કાલિક કાર્ડને બ્લોક કરાવી દીધુ હતું. આ પ્રકારે વિદેશમાંથી પેમેન્ટ કરીને ચીટીંગ કરવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનન પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદીએ ભુતકાળમાં કરેલ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સમયે કોઇ કાર્ડના ડેટા હેક કરી લીધા હોવાની શક્યતા છે. જો કે, હકીકત એ છે કે આ પ્રકારના ચીટીંગમાં આરોપીઓ સુધી પહોંચવુ મુશ્કેલ છે, કારણ કે આરોપીઓ વિદેશથી આખું નેટવર્ક હેન્ડલ કરે છે.

English summary
Ahmedabad: Bank managers are also being targeted for online fraud of fund transferring

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.