અમદાવાદઃ ગોતામાં 12 માળના ફ્લેટમાં ભીષણ આગ, 20થી વધુ લોકો ફસાયા
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં એક ફ્લેટમાં આગ લાગી ગઈ. 12 માળના આ ફ્લેટના 5માં માળે આગ લાગી છે જેના પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ગુજરાતના અમદાવાદમાં ગોતા વિસ્તારમાં એક ફ્લેટમાં આગ લાગી ગઈ. 12 માળના આ ફ્લેટના 5માં માળે આગ લાગી છે જેના પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સ્થળ પર ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ચૂકી છે અને આગ ઓલવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વળી, સમાચાર છે કે 20થી વધુ લોકો આ ઈમારતમાં ફસાયેલા હોઈ શકે છે જ્યારે અમુક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં 15 જણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. બિલ્ડીંગમાં આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યુ નથી પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એસીમાં લાગેલી આગે આખા ફ્લોરને પોતાની ચપેટમાં લઈ લીધુ.












Click it and Unblock the Notifications
