અમદાવાદમાં અમુલના કર્મચારી પર ગોળીબાર, એક ઇજાગ્રસ્ત

Subscribe to Oneindia News

અમદાવાદ સિમ્સ હોસ્પિટલ નજીક આવેલા અમુલ પાર્લરના કર્મચારી ઉપર લૂંટના ઇરાદે ફાયરીંગ કરીને ફરાર થયાની ઘટના સામે આવી છે. જેમાં અમુક પાર્લરનો એક કર્મચારી ઘવાયો છે અને એક ફાઈરિંગ કરેલ વ્યક્તિને લોકોએ જડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા અમુલ પાર્લરના કર્મી પર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જે સમયે અમુલ પાર્લરનો કેશયર દુકાને પૈસા લેવા આવ્યો ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેના પર ગોળી ચલાવી અને બાઇક પર ભાગ્યા હતા. આ ઘટનામાં ગોળી ચલાવનાર ત્રણ લોકોમાંથી એક બાઈકની નીચે પટકાતા લોકોએ તેને જડપી પાડ્યો છે.

amul

ફાયરિંગ કરનાર અન્ય બે વ્યક્તિઓ બાઇક પર ફરાર થઇ ગયા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ અમુલ પાર્લરના કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ લૂંટના ઇરાદે કર્યું હોવાનું અનુમાન પ્રથામિક તબક્કે લગાવવામાં આવી રહ્યું છે. વળી સંભાવના તેવી પણ છે કે આ લૂંટ કોઇ જાણભેદુના દ્વારા કરવામાં આવી હોય. આ અગાઉ પણ આ વિસ્તારમાં એક વખત ફાયરિંગનો બનાવ બની ગયો છે. હાલતો પોલિસ આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

English summary
Ahmedabad : Firing on Amul's employee, one wounded
Please Wait while comments are loading...