અમદાવાદ: હાઈવે પર LNG ભરેલ ટેન્કરનો અકસ્માત થતા હાઈવે બંધ કરાયો

Subscribe to Oneindia News

અમદાવાદ - મહેસાણા હાઈવે પર મંગળવારે LNG મીથેન ગેસ ભરેલી ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા LNG મીથેન ગેસ લીકેજ થતા અમદાવાદ-મહેસાણા હાઈવે બંધ કરાયો હતો. મહેસાણાના જગુદણ નજીક વહેલી સવારે પાછળથી આવેલ ટ્રેલરે ટેન્કરના પાછળ ટક્કર મારી હતી. જેથી ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. જેને લઇ ૨ કિમી જેટલો વિસ્તારને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદ - મહેસાણા હાઈવે પણ બંધ કરી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હાઈવે બંધ કરવામાં આવતા વાહનોની લાંબી કતાર લાગી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

accident

LNG મીથેન ગેસ ભરીને ટેન્કર દહેજથી રાજસ્થાન તરફ જતો હતો. અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતા ટેન્કર માંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વડોદરાથી કંપની એક્સપર્ટ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે લીકેજ નાનો હતો એક્સપર્ટ ટીમ દ્વારા ટેન્કરને સાવચેતીથી હાઈવે પરથી દૂર લઇ જવામાં આવ્યો હતો. ટીમ દ્વારા ગેસને સાવચેતી પૂર્વક બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરાયો હતો. જોકે ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ પણ મોટી જાનહાની જરૂર ટળી હતી.

English summary
Ahmedabad : Highway closed because of LNG filled tanker accident
Please Wait while comments are loading...