અમદાવાદમાં આધેડે પોતાને ત્યાં ભાડે રહેતી યુવતીના બાથરૂમમાં લગાવ્યો કેમેરા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

યુવતીઓએ બહાર રહેવું હોય તો કેટલી સજાગતા દાખવવી પડે તેવી એખ ઘટના અમદાવાદમાં બની હતી. જેમાં એક યુવતી ચાંદખેડામાં જ્યાં ભાડે રહેતી હતી ત્યાંથી તેના બાથરૂમમાંથી તેને સ્પાય કેમેરા મળી આવતા તેણે મકાનમાલિક આધેડ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. ચાંદખેડામાં રહેતા અને ટોરેન્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આધેડે બે યુવતીઓને થોડા દિવસો પૂર્વે ભાડે આપેલા ફ્લેટના બાથરૂમમાં કેમેરો ગોઠવ્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસમાં નોંધાઈ છે. નફ્ફટ મકાન માલિકનો આના પાછળનો ઈરાદો જો કે બર આવ્યો ન હતો અને સમગ્ર ભાંડો ફૂટતાં તેને પોલીસ હવાલે કરાયો હતો.

ahmedabad

યુવતીઓના જણાવ્યા પ્રમાણે ઘટના એવી હતી કે ચાંદખેડા ન્યૂ સી.જી રોડ પર આવલી એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ૨૫ વર્ષની બે સહેલીઓએ પખવાડિયા પહેલા જ વિસ્તારનો એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. ફ્લેટના બાથરૂમમાં પાઈપમાંથી સતત પાણી ટપકતુ હોય તેણે વિસ્તારના જ મૈત્રી એપાર્ટેમેન્ટમાં રહેતા અને ટોરેન્ટમાં મેનેજર પદે કામ કરતા 56 વર્ષીય રમેશભાઈ ગોસાઈ ને રીપેરિંગ કરવા કહ્યું હતું. એકાદ અઠવાડિયા પહેલા જ પ્લમ્બર પાણીની પાઇપ રીપેર કરી ગયો હોવા છતાં ફરી પાણી ટપકતું હોવાથી યુવતીઓએ બુધવારે સવારે રમેશ ગોસાઈને બોલાવ્યાં હતા. અને રમેશ ગોસાઈ નવું લીકેજ શોધવાના કે સરખું કરવાના બહાને બાથરૂમમાં રહ્યા હતાત્યાર બાદ તેઓ જતા રહ્યા હતા અને યુવતીઓએ બાથરૂમમાં તપાસ કરતા નોંધ્યું હતુંકે તેમના બાથરૂમમાં સ્પાય કેમેરા ફીટ કરેલા છે. આથી યુવતી તે કેમેરા કાઢીને તે કેમેરા લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને મકાન માલિક રમેશ ગોસાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટના પરથી એ બાબતની સતર્કતા રાખવી જોઈએ કે યુવતીઓ શહેર બહાર રહેતી હોય , પીજી અથવા તો હોસ્ટેલમાં પરંતુ તેમણે પોતાની આસપાસ ની જગ્યાઓ અંગે અચૂક સાવધાની રાખવી જોઈએ જે પ્રમાણે આ યુવતીઓએ રાખી.

English summary
Ahmedabad home owner put spy camera in women bathroom

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.