અમદાવાદની અવધ હોટલમાંથી IPL પર સટ્ટો રમતાં 4 શખ્સો ઝડપાયા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ અવધ હોટલમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, આઇપીએલ ક્રિકેટ મેચ પર કેટલાક શખ્સો હોટલમાં સટ્ટો રમી રહ્યાં છે, પોલીસે બાતમીના આધારે હોટલમાં રેડ પાડી સટ્ટો રમતા 4 લોકોને ઝડપી પાડ્યા હતા. 4 પૈકી ત્રણ શખ્સો જામનગરના રહેવાસી છે અને એક શખ્સ અમદાવાદનો રહેવાસી છે.

satta

આ સાથે જ પોલીસે રોકડ 92,600 સહીત 7,74,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, ટીવી અને ગાડીનો સમાવેશ થાય છે. અગાઉ પણ આ જ હોટલમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Ahmedabad : IPL match police arrested 4 people playing satta . Read here more.
Please Wait while comments are loading...