અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં ડોક્ટરો ઉતર્યા હડતાળ પર

Subscribe to Oneindia News

અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગન ડોક્ટર તથા બાળદર્દીના સગા વચ્ચે બબાલ થતા ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. દર્દીના સગાનો આરોપ હતો કે ડોક્ટરે તેમના બાળકની યોગ્ય સારવાર કરી નથી અને આ મુદ્દે ડોક્ટર તથા સગાવાલા વચ્ચે બોલાચાલી થતા ડોક્ટરની ટીમ ગત રાતથી હડતાળ પર ઉતરી છે..જે આજે પણ યથાવત છે. એલ.જી.ના પ્રાંગણમાં ડોક્ટરોએ કાળી પટ્ટી પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ માંગણી કરી હતી કે ડોક્ટરોની સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાળ યથાવત રાખશે.

Ahedabad

ઉલ્લેખનીય છે કે એલ.જી.ના પીડિયાડ્રિક વોર્ડમાં થોડા દિવસો પહેલા પણ ડોક્ટર અને દર્દીના પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં દર્દીના સગાનો આરોપ હતો કે, ડોક્ટરે નશાની હાલતમાં બાળકીની સારવાર કરી હતી. થોડા દિવસો અગાઉ એલ.જી. હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર દરમ્યાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જોકે આ મામલે અઠવાડિયું વીતવા પછી પણ ડોકટર વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરાતાં બાળકીના પરિવારજનોએ આજે એલ.જી. હોસ્પિટલમાં હોબાળો મચાવે તે અગાઉ સંકુલ બહાર જ પોલીસે તેમની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમરાઇવાડી વિસ્તારની બે વર્ષની રુહીનું એલ.જી. હોસ્પિટલ સારવાર દરમિયાન મોત થયું હતું, પરંતુ મોતના સમાચાર આપવા આવેલા ડોક્ટર જયંત પટેલ લથડિયાં ખાઇને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જણાતાં રુહીના પરિવારજનોએ ડોકટરે નશાની હાલતમાં રુહીની સારવાર કરી હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.આ મામલે ડોક્ટરની ધરપકડ કરી તેમના બ્લડનો રિપોર્ટ લીધો હતો. તો ડોકટર જયંતે પણ મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Ahmedabad : Pediatric Doctors goes on strike at L.G Hospital. Read more Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.