એક્ટીવાની જ ચોરી કરનાર ચોર ઝડપાયો

Subscribe to Oneindia News

ચોરની પણ અલગ પ્રકૃત્તિ હોય છે. અનેક ચોર એક ખાસ પ્રકારની ચોરીને જ અંજામ આપતા હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આવા જ એક અનોખા ગણાવી શકાય તેવા ચોરને પકડી પાડ્યો છે. આ ચોર માત્ર એક્ટીવાની ચોરી કરતા. અત્યાર સુધી કુલ 8 એક્ટીવાની ચોરી કરનાર આ ચોરને મોટર ઓપરેન્ડી પણ અનોખી છે.

crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોરને ઝડપી પાડ્યો છે જે માત્રને માત્ર એકટીવાની ચોરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમ્યાન એક એકટીવા ચોરને ઝડપી પાડ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા તેને ૮ એકટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તમામ એક્ટીવા કબજે કરી હતી. આરોપી એકટીવાની ચોરી કરી તેની નંબર પ્લેટ બદલી વાપરતો હતો અને બાદમાં અવાવરુ જગ્યા એકટીવાને મૂકી દેતો હતો પોલીસે એકટીવા ચોરને ઝડપી આગળની તપાસ હાથધરી છે

English summary
Ahmedabad Police Arrested Activa Vehicle Thief.Read here more.
Please Wait while comments are loading...