For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ 7 મહિને હત્યાનો ભેદ ઉકેલાયો, 11700 રૂપિયા જોઈ લલચાયા હતા આરોપી

અમદાવાદઃ 7 મહિને હત્યાનો ભેદ ઉકેલાયો, 11700 રૂપિયા જોઈ લલચાયા હતા આરોપી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 7 મહિના પહેલા બાવળા તાલુકાના રાજોડા પાટિયા ગામે થયેલ હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. ગ્રામીણ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપી ઉત્તર પ્રદેશના અલિગઢ જિલ્લાના રહેવાસી છે. ગુરુવારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ તેમનો ગુનો કબૂલી લીધો છે.જણાવી દઈએ કે મૃતક દિપક સિંહ મુળ ઉત્તરાખંડનો રહેવાસી હતો અને મજૂરી કામ કરવા માટે અહીં આવ્યો હતો.

ahmedabad police

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે દિપક સિંહ અને અર્જુન સિંહ યાદવ રાજોડા પાટિયામાં એક શાકભાજીની દુકાને બકાલું લેવા ગયા હતા. દરમિયાન દિપક સિંહની પાકિટમાં રૂપિયા જોઈ જતાં તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો. વધુમાં આરોપીઓએ કબૂલ્યું કે બકાલું ખરીદતી વખતે હિંદી ભાષી હોવાથી દિપક સિંહ સાથે બકાલાના વધતા ભાવ વિશે ચર્ચા કરી રહ્યા હતા, દુકાનદારે બકાલાના 30 રૂપિયા ચૂકવવા અર્જુન સિંહને કહ્યું, પરંતુ તેની પાસે 2000 રૂપિયાની બાધી નોટ હોવાથી દિપક સિંહે તેના બકાલાના રૂપિયા પોતે ચૂકવી દેશે તેવી ઑફર કરી, રૂપિયા આપતી વખતે અર્જુન સિંહે યાદવે દિપક સિંહના પાકિટમાં રહેલા રૂપિયા જોઈ લીધા અને ત્યારે જ તેની મારીને તેના રૂપિયા ચોરી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

ત્યારે અર્જુનસિંહ યાદવે દિપક સિંહને પૈસા આપવાનું કહી તેની સાથે પોતે કામ કરતો પ્લાસ્ટિક વેસ્ટ વેરહાઉસ ખાતે આવવા કહ્યું. ગોદાઉનમાં અર્જુન સિંહે તેના સાથી ભીખારિલાલ વાલ્મિકી અને પોતાના પુત્ર રાહુલ સાથે દિપક સિંહનો પરિચય કરાવ્યો. અર્જુન સિંહે બાપ-દિકરાની જોડીને તેનો પ્લાન સમજાવી દીધો હતો અને ત્રણેય આરોપીઓએ સાથે મળીને દિપક સિંહનું ગળું દબાવી તેની હત્યા કરી મૂકી હતી. બાદમાં તેમણે 11700 રોકડ રકમ અને 500 રૂપિયાનો મોબાઈલ ચોરી દિપક સિંહના મૃતદેહને રાઈસ મિલના કમ્પાઉન્ડમાં જ ફેકીને ભાગી ગયા હતા. જો કે એલસીબીની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મળી પાકિસ્તાની બોટ, BSFનું સર્ચ ઑપરેશન શરૂ

English summary
Ahmedabad Police solved 7 month old murder mystery, man assassinated for 11700 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X