For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મળી પાકિસ્તાની બોટ, BSFનું સર્ચ ઑપરેશન શરૂ

ગુજરાતમાં મળી પાકિસ્તાની બોટ, BSFનું સર્ચ ઑપરેશન શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુજરાતની કચ્છ બોર્ડરમાં પાકિસ્તાની બોટ મળી છે. બોટ મળ્યા બાદથી બીએસએફે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાની બોટ કચ્છની આજુબાજુના સરક્રીક વિસ્તારમાં લાવારિસ હાલતમાં મળી આવી છે.

boat

બીએસએફ મુજબ આ બોટ પાકિસ્તાની માછીમારોની છે. થોડા દિવસ પહેલા જ ગુપ્તચર એજન્સીઓએ સમુદ્રના રસ્તેથી આતંકીઓ ઘૂસી શકે તેવું અલર્ટ જાહેર કર્યું હતું. જે બાદથી બીએસએફ અને ભારતીય તટરક્ષકે સમુદ્રી રસ્તોની સુરક્ષા વધારી દીધી છે. એલર્ટ હવા છાં પાકિસ્તાની બોટ મળતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાય છે.

જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધ જગજાહેર છે. ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પાકિસ્તાની નાગરિક પકડાયો હતો. એવામાં આજે સિરક્રીક વિસ્તારમાં તપાસ દરમિયાન બીએસએફ જવાનોને પાકિસ્તાની બોટ મળી આવી છે. તપાસ દરમિયાન બોટ પાકિસ્તાનની હોવાની જાણકારી મળી છે. સૂત્રો મુજબ બોટમાં કેટલાક લોકો સવાર હતા. પરંતુ બીએસએફના કાફલાને જોઈ તેઓ ફાર થઈ ગયા. આજુબાજુના વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનો આકરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ગુજરાતમાં બીએસએફે શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

English summary
An Abandoned Pakistani Fishing Boat found in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X