For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુધવારે અમદાવાદ રથયાત્રા : લાખો ભક્તોનો નાદ, 'જય જગન્નાથ'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 જુલાઇ : આવતીકાલે બુધવારે એટલે કે 10 જુલાઇ, 2013ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 136મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. બિહારના બોધગયામાં મહાબોધી મંદિર સંકુલમાં હાલમાં થયેલા સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ બાદ સાવચેતીના તમામ પગલાં વધારી દેવામાં આવ્‍યા છે.

1

1

બુધવારે એટલે કે 10 જુલાઇ, 2013ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 136મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. બિહારના બોધગયામાં મહાબોધી મંદિર સંકુલમાં હાલમાં થયેલા સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ બાદ સાવચેતીના તમામ પગલાં વધારી દેવામાં આવ્‍યા છે.

2

2

બીજી તરફ ભક્તો અને શ્રદ્ધાળુઓએ આજથી જ જમાલપુર દરવાજા પાસેના જગન્નાથ મંદિરમાં એકત્ર થવાનું શરૂ કરી દીધું છે. આ વખતની રથયાત્રામાં પણ દર વર્ષની જેમ લાખો ભક્તો ભાગ લઇને 'જય જગન્નાથ'ના નારા પોકારવાના છે.

3

3

બુધવારે ભગવાન જગન્નાથ 136મી વખત શાહીઠાઠ સાથે અમદાવાદ નગરની પરીક્રમાએ નીકળવાના છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી 10 જુલાઇએ સવારે 6 વાગ્‍યે 12મી વખત પહિંદ વિધી કરી રથયાત્રાને પ્રસ્‍થાન કરાવશે.

4

4

આ વર્ષે રથયાત્રાના રૂટમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્‍યું નથી. જેથી ભગવાન પરંપરાગત રૂટ ઉપર ફરી સાંજે નિજ મંદિર પરત ફરશે. આ વર્ષની રથયાત્રામાં 25,000 કિલોગ્રામ મગ, 4,000, કિલોગ્રામ જાંબુ, 200 કિલોગ્રામ કેરી, દાડમ સહીત કુલ બે લાખ કિલોગ્રામનાં પ્રસાદનું વિતરણ કરાશે.

5

5

રથયાત્રા પૂર્વે તારીખ 8 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા હતા. ત્‍યારબાદ નેત્રોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો. આજે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા અને પૂજનવિધી કરવામાં આવી હતી.

6

6

બુધવારે સવારે ચાર વાગ્‍યે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતરાશે, સવારે 4:30 કલાકે ભગવાનને વિશિષ્ટભોગ ધરાવામાં આવશે. સવારે છ કલાકે ત્રણેય રથ ઉપર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે સાત કલાકે રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્‍થાન કરશે. જે પોતાનાં નિયત રૂટ ઉપર ફરીને સાંજે નિજ મંદિર પરત ફરશે. રથયાત્રાને પગલે જગન્નાથ મંદિર અને શહેર પોલીસતંત્ર સજ્જ થઈ ગયું છે.

7

7

આ રથયાત્રામાં 18 શણગારેલા હાથી, 98 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્‍ડવાજા જોડાશે. જ્‍યારે પરંપરાગત રીતે રથયાત્રાને ખેચવા માટે 1200 જેટલા ખલાસ ભાઈઓ ઉપસ્‍થિત રહેશે. દેશભરમાંથી 2000 સાધુ સંતો આ રથયાત્રામાં હાજરી આપશે.

8

8

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 136 વર્ષથી પરંપરાગત રીતે નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓરિસ્સાના જગન્નાથ પુરીની રથયાત્રા બાદ દેશમાં બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. જેમાં લાખો ભાવિભક્‍તો જોડાય છે.

9

9

સુરક્ષા માટે અમદાવાદ શહેરમાં સીઆરપીએફ જવાનો અને સ્‍થાનિક પોલીસ જવાનો તૈનાત રહેશે. પરંપરાગત રૂટ ઉપર ૧૪ જગ્‍યાઓએ સીસીટીવી કેમેરાઓ પણ ગોઠવવામાં આવી ચૂક્‍યા છે. તમામ લોકો ઉપર નજર રાખવા ફ્લાયિંગ કેમેરાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

બીજી તરફ ભક્તો અને શ્રદ્ધાળુઓએ આજથી જ જમાલપુર દરવાજા પાસેના જગન્નાથ મંદિરમાં એકત્ર થવાનું શરૂ કરી દીધું છે. આ વખતની રથયાત્રામાં પણ દર વર્ષની જેમ લાખો ભક્તો ભાગ લઇને 'જય જગન્નાથ'ના નારા પોકારવાના છે.

બુધવારે ભગવાન જગન્નાથ 136મી વખત શાહીઠાઠ સાથે અમદાવાદ નગરની પરીક્રમાએ નીકળવાના છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી 10 જુલાઇએ સવારે 6 વાગ્‍યે 12મી વખત પહિંદ વિધી કરી રથયાત્રાને પ્રસ્‍થાન કરાવશે.

આ વર્ષે રથયાત્રાના રૂટમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્‍યું નથી. જેથી ભગવાન પરંપરાગત રૂટ ઉપર ફરી સાંજે નિજ મંદિર પરત ફરશે. આ વર્ષની રથયાત્રામાં 25,000 કિલોગ્રામ મગ, 4,000, કિલોગ્રામ જાંબુ, 200 કિલોગ્રામ કેરી, દાડમ સહીત કુલ બે લાખ કિલોગ્રામનાં પ્રસાદનું વિતરણ કરાશે.

રથયાત્રા પૂર્વે તારીખ 8 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા હતા. ત્‍યારબાદ નેત્રોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો. આજે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા અને પૂજનવિધી કરવામાં આવી હતી.

બુધવારે સવારે ચાર વાગ્‍યે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતરાશે, સવારે 4:30 કલાકે ભગવાનને વિશિષ્ટભોગ ધરાવામાં આવશે. સવારે છ કલાકે ત્રણેય રથ ઉપર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે સાત કલાકે રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્‍થાન કરશે. જે પોતાનાં નિયત રૂટ ઉપર ફરીને સાંજે નિજ મંદિર પરત ફરશે. રથયાત્રાને પગલે જગન્નાથ મંદિર અને શહેર પોલીસતંત્ર સજ્જ થઈ ગયું છે.

આ રથયાત્રામાં 18 શણગારેલા હાથી, 98 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્‍ડવાજા જોડાશે. જ્‍યારે પરંપરાગત રીતે રથયાત્રાને ખેચવા માટે 1200 જેટલા ખલાસ ભાઈઓ ઉપસ્‍થિત રહેશે. દેશભરમાંથી 2000 સાધુ સંતો આ રથયાત્રામાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 136 વર્ષથી પરંપરાગત રીતે નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓરિસ્સાના જગન્નાથ પુરીની રથયાત્રા બાદ દેશમાં બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. જેમાં લાખો ભાવિભક્‍તો જોડાય છે.

સુરક્ષા માટે અમદાવાદ શહેરમાં સીઆરપીએફ જવાનો અને સ્‍થાનિક પોલીસ જવાનો તૈનાત રહેશે. પરંપરાગત રૂટ ઉપર ૧૪ જગ્‍યાઓએ સીસીટીવી કેમેરાઓ પણ ગોઠવવામાં આવી ચૂક્‍યા છે. તમામ લોકો ઉપર નજર રાખવા ફ્લાયિંગ કેમેરાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

English summary
Ahmedabad Rath Yatra on 10 July : lakhs devotees will take part.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X