અમદાવાદમાં નોકરીની તકોમાં આવ્યો 6.29 ટકાનો ઘટાડો

અમદાવાદની જેમ પૂણે, હૈદરાબાદ અને કોલકતામાં પણ નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો છે. જેમાં પૂણેમાં 11.38, હૈદરાબાદમાં 19.05 અને કોલકતામાં 14.61 ટકા નકારાત્મક ગ્રોથ ઉક્ત સમયગાળા દરમિયાન જોવા મળ્યો છે. જ્યારે આ સર્વેમાં 56 શહેરોમાંથી માત્ર સાત શહેરોમાં જ હકારાત્મક ગ્રથ જોવા મળ્યો હતો. જેમાં ચેન્નાઇ 25.2, ગુવાહાટી 24, પટણા 20, શિલોંગ 16.39, બેંગ્લોર 8.23, કોટા 6.9 અને મુંબઇમાં 0.05 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો.
એસોચેમના અભ્યાસ અનુસાર અમદાવાદે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7,156 નોકરીઓ ઉભી કરી હતી, જ્યારે તેની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં 6,706 નવી નોકરીઓ ઉભી કરી છે. એસોચેમ દ્વારા ઓક્ટોબર 2013માં કરવામાં આવેલા અભ્યાસ પર નજર ફેરવવામાં આવે તો અમદાવાદે જુલાઇ-સપ્ટેમ્બર 2013માં 31 ટકા નવી નોકરીઓ ઉભી કરી હતી.
દેશમાં ઓવરઓલ જોબ જનરેશન પર નજર ફેરવવામાં આવે તો જુલાઇ-સપ્ટેમ્બર 2014ના ત્રણ મહિનાના ગાળામાં દેશમાં 19.9 ટકા ડ્રોપ જોવા મળ્યું છે, જેમાં આઇટી, હોસ્પિટાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એવિએશનમાં નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો છે. 32 સેક્ટરના 4500 કોર્પોરેટ્સમાં કુલ જુલાઇ-સપ્ટેમ્બર 2014માં 1.32 લાખ નોકરીની તકો ઉભી કરવામાં આવી હતી, જ્યારે એપ્રિલ-જૂન 2014માં કુલ 1.65 લાખ નોકરીની તકો ઉભી કરાઇ હતી.












Click it and Unblock the Notifications
