Navsari: નવસારીમાં જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Navsari News: નવસારીમાં જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો થયા છે. કાવેરી નદી પર આવેલા જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ખરેરા નદી પર આવેલ કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. જુજ ડેમના કાંઠાવાળા 25 ગામોને એલર્ટ કરાયા છે. કેલિયા ડેમના કાંઠાવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે. બંન્ને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો
નવસારીમાં વાંસદા, ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો થયા છે. સારા વપસાદને પગલે ડેમ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો સારો પાક લઈ શકશે. કાવેરી નદી પર આવેલ જુજ અને ખરેરા નદી પર આવેલ કેલિયા ડેમ થયો ઓવરફ્લો થયો છે. જુજ ડેમના હેઠાવાસમાં 25 ગામો અને કેલિયા ડેમના હેઠાવાસમાં 23 ગામોને એલર્ટ કરાયા છે. ખેડૂતોની જીવાદોરી સમાન બંને ડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
48 ગામને કરાયા એલર્ટ
નવસારીમાં 2 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હાલ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બંને ડેમાના થઈને 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની આસપાસ લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બંન્ને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
