For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃત્યુ પામી રહ્યા છે ગીરના સાવજ, બધા સિંહોનું પરીક્ષણ કરાશે?

27માંથી 21 સિંહ છે ઈન્ફેક્ટેડ, અન્યોના નમૂના એકઠા કરાયા

|
Google Oneindia Gujarati News

જૂનાગઢઃ ગીરમાં સિંહોના મૃત્યુમાં થતા વધારાને પગલે એશિયાટીક લાયનના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે. ત્યારે ચર્ચા જાગી છે કે ફોરેસ્ટ અધિારીઓ ગીરમાં રહેતા તમામ સિંહોનું લોહી સેમ્પલ મેળવીને પરીક્ષણ કરશે કે તેમને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થયું છે નહિ. માનવામાં આવી રહ્યું છે કે વનવિભાના અધિકારીઓએ અત્યાર સુધીમાં 150 સિંહોના સેમ્પલ મેળવી લીધા છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ધારી ફોરેસ્ટ રેન્જમાં 22 જ દિવસમાં 23 સિંહો મૃત્યુ પામ્યાના તુરંત બાદ વિવિધ 27 સિંહોના 80 નમૂના લેવામાં આવ્યા હતા જેને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને મોકલી આપવામાં આવ્યા હતા.

21 સિંહના પોઝિટિવ રિપોર્ટ આવ્યા

21 સિંહના પોઝિટિવ રિપોર્ટ આવ્યા

જેમાંથી 21 સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, વાયરસ ફેલાયો હોય તેવા બધા જ સિંહો ધારના દાલખણિયા રેન્જના છે. જેને પગલે વનવિભાગે પોતાની કાર્યવાહી તેજ કરી છે. બાદમાં 150 સિંહોના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા અને તેને પરિક્ષણ માટે વિવિધ લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ આવવા હજુ બાકી છે. દરમિયાન ચર્ચા જાગી છે કે વનવિભાગ ગીર અભિયારણ્યના તમામ સિંહોના બ્લડ સેમ્પલ એકઠા કરી શકે છે. જામવાલા અને જસધર રેસ્ક્યૂ સેન્ટરે મોકલાયેલ તમામ સિંહો સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી

ગીરમાં કુલ 523 સિંહ વસ્તી

ગીરમાં કુલ 523 સિંહ વસ્તી

દાલખણિયા રેન્જની આજુબાજુના વિસ્તારમાં વનવિભાગે બધા જ કુતરાઓ અને સિંહોને રસી અને બુસ્ટર શોટ્સ આપવાનું શરૂ કરી દીધું છે. સાથે જ આ વિસ્તારમાં ઈન્ફેક્ટેડ સિંહ છે કે નહિ તે શોધવા માટે પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમરેલી અને ધારીમાં ચર્ચા જાગી છે કે ફોરેસ્ટ અધિકારીઓ ટૂંક સમયમાં જ બધા જ સિંહના લોહીના નમૂના લઈને ખાતરી કરશે કે તેમને ઈન્ફેક્શન થયું છે કે નહિ. જો કે એક્સપર્ટનું કહેવું છે કે સેંસસ 2015 મુજબ ગીરમાં કુલ 523 સિંહો છે અને બધાનું પરિક્ષણ કરવાથી ખાતરી તો થઈ જશે પણ એ સમયે બીજી સમસ્યાએ પરિણમી શકે છે. વધુમાં નિષ્ણાંતોનો મત છે કે બધા જ સિંહનું ટેસ્ટિંગ કરવું જરૂરી પણ નથી.

નિષ્ણાંતોનું શું માનવું છે?

નિષ્ણાંતોનું શું માનવું છે?

રિટાયર્ડ ફોરેસ્ટ અધિકારી અને નેશનલ બોર્ડ ઑફ વાઈલ્ડ લાઈફ એચ.એસ. સિંહે જણાવ્યું કે "બધા જ પ્રાણીઓના સેમ્પલ એકઠા કરવા અત્યારે ઉતાવળું પગલું ભરવા બરાબર હશે. ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આ મામલે અનુભવ છે અને લક્ષણોના આધારે ઈન્ફેક્ટેડ સિંહોની ઓળખ કરવા માટે તેઓ સજ્જ છે. ઈન્ફેક્ટેડ સિંહ હતા તેમને રસી આપવામાં આવી છે અને અત્યારે તેમની હાલત સારી છે. અને જો ભવિષ્યમાં કોઈ પ્રાણીઓના ટેસ્ટ પોઝિટિવ આવે તો ત્યારે બધાના જ ટેસ્ટ કરવા જરૂરી બનશે, પણ આના માટે કુશળ મેનપાવરની જરૂર જણાશે."

રિપોર્ટમાં ખુલાસો

રિપોર્ટમાં ખુલાસો

ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરથી 2જી સપ્ટેમ્બર સુધીમાં કુલ 23 સિંહો મૃત્યુ પામ્યા છે. વનવિભાગે 27 સિંહોમાંથી કલેક્ટ કરેલ 80 સેમ્પલના ICMR રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ 27 સિંહોમાંથી કુલ 21 સિંહો ઈન્ફેક્ટેડ છે. જેને પગલે વનવિભાગે દાલખણિયા રેન્જની આજુબાજુમાં રહેતા તમામ સિંહોના સેમ્પલ મેળવી વિવિધ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો 11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો

English summary
all lions of gujarat will be tested for infection?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X