For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના ખતરા વચ્ચે રેલવેનો મોટો ફેસલો, 25 માર્ચ સુધી રેલવે સેવા બંધ રહેશે

કોરોનાના ખતરા વચ્ચે રેલવેનો મોટો ફેસલો, 25 માર્ચ સુધી રેલવે સેવા બંધ રહેશે

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, જેમાંથી ભારત પણ બાકાત નથી, હવે આ સંક્રમણને ફેલાતું રોકવા માટે ભારત સરકારે કેટલાય મહત્વના નિર્ણયો લીધા છે. જનતા કર્ફ્યૂ લદાયું, બસ સેવા બંધ કરાઈ, ઈન્ટરનેશનલ ફ્લાઈટને નો એન્ટ્રી મળ્યા બાદ હવે સરકારે તમામ ટ્રેનને 25 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે એટલે કે આગામી 25 માર્ચ સુધી એકેય ટ્રેન નહિ ચાલે. હાલ 400 જેટલી મેઈલ/એક્સપ્રેસ ટ્રેન ચાલુ છે, તે પોતાના ડેસ્ટિનેશને પહોંચી ગયા બાદ એકપણ ટ્રેન રેલવે સ્ટેશનેથી ઉપડશે. નહિ. પ્રવાસીઓ એકઠા ના થઈ શકે તે માટે બધા જ રેલવે સ્ટેશનો ખાલી કરી દેવામાં આવશે. આ ઉપરાંત 25 માર્ચે રેલવે બોર્ડ ફરી મળશે અને નક્કી કરશે કે ટ્રેન સેવા શરૂ કરવી કે બંધ જ રાખવી.

Coronavirus

જણાવી દઈએ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાવવાના સૌથી વધુ ચાન્સ રહેતા હોય છે. તાજેતરમાં જ મક્કાથી આવેલો રાજકોટના શખ્સે મુંબઈથી રાજકોટ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી, હજારો લોકો તેના સંપર્કમાં આવ્યા હશે અને આ શખ્સે કેટલાઓને સંક્રમણ આપ્યું તેનો પણ તંત્રને અંદાજો નથી. ત્યારે આવી ઘટનાઓ વારંવાર ના બને તે હેતુસર રેલવેએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સુરતમાં કલમ 144 લાગુ, લૉકડાઉન થઈ શકે છે, ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા બંધસુરતમાં કલમ 144 લાગુ, લૉકડાઉન થઈ શકે છે, ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા બંધ

English summary
All Train Services to be Suspended Till March 25 amid corona scare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X