For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આપેલા રાજીનામામાં શુ લખ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા વિધાયક અલ્પેશ ઠાકોરે આખરે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામુ આપી દીધું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા વિધાયક અલ્પેશ ઠાકોરે આખરે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામુ આપી દીધું છે. પોતાના રાજીનામામાં તેને જણાવ્યું કે તેમને બધા જ પદનો ત્યાગ કરી દીધો છે. તેમને કહ્યું કે તેઓ તેમના સમાજ અને ગરીબોને ઉપર લાવવા માટે રાજનીતિમાં જોડાયા હતા. રાજ્યમાં પોતાના સમુદાયના ગરીબો અને યુવાઓની ઉપેક્ષા અને અપમાનથી દુઃખી છું. મેં કોંગ્રેસને તેમના ખરાબ સમયમાં સાથ આપ્યો પરંતુ હવે હું દુઃખી છું.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો, ભાજપમાં જોડાશે?

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને સોંપેલા રાજીનામામાં આ વાત કહી

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને સોંપેલા રાજીનામામાં આ વાત કહી

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ને આપેલા રાજીનામામાં અલ્પેશ ઠાકોરે લખ્યું છે કે મારુ જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. મેં ઠાકોર સેનાને પણ ચેતવ્યા છે કે જ્યાં મને અપમાન, અનદેખી અને અવિશ્વાસ મળે ત્યાં નહીં જવું. હું કોંગ્રેસના બધા જ પદોથી રાજીનામુ આપું છું. મને કોંગ્રેસમાં ફક્ત સમ્માન જ નહીં પરંતુ દગો પણ મળ્યો છે.

શુ અલ્પેશ વિધાયક પદ પણ છોડશે?

શુ અલ્પેશ વિધાયક પદ પણ છોડશે?

આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરે રાજીનામામાં વિધાયક પદનો ઉલ્લેખ નથી કર્યો. તેવી સ્થિતિમાં એવા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે કે શુ તેઓ વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામુ આપશે? કે પછી વિધાયક પદ પર બન્યા રહેશે? નિયમ અનુસાર તેમને પાર્ટી અધ્યક્ષને નહીં પરંતુ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપવાનું હોય છે. પરંતુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને આપેલા રાજીનામામાં અલ્પેશ ઠાકોરે વિધાયક પદથી રાજીનામાનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ તેમને એવું ચોક્કસ કહ્યું છે કે તેઓ કોંગ્રેસના બધા જ પદથી રાજીનામુ આપી રહ્યા છે.

કોઈ પણ પાર્ટી જોઈન નથી કરી

કોઈ પણ પાર્ટી જોઈન નથી કરી

અલ્પેશ ઠાકોરના જવાથી કોંગ્રેસને ફટકો ચોક્કસ લાગ્યો છે, જયારે બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાના આવનારા સ્ટેપ વિશે કઈ જ નથી જણાવ્યું. તેમને એવું ચોક્કસ કહ્યું છે કે તેઓ ભાજપમાં નહીં જોડાય. અલ્પેશ ઠાકોરના નજીક લોકોના જણાવ્યા અનુસાર અલ્પેશ ઠાકોર સમાજના યુવાનો સાથે જ કોઈ આગળનું સ્ટેપ લેશે. હાલમાં તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાયા નથી.

English summary
Alpesh Thakor Quits Congress, here read Resignation Letter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X