જો મે ધમકી આપી હોય તો હું જાતે જેલ જતો રહીશઃ અલ્પેશ ઠાકોર
ગુજરાતમાં રહેતા યુપી-બિહારના લોકો સામે હિંસા ભડકાવવાના આરોપોને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફગાવી દીધા છે.
ગુજરાતમાં રહેતા યુપી-બિહારના લોકો સામે હિંસા ભડકાવવાના આરોપોને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફગાવી દીધા છે. કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યુ છે કે જો મે કોઈને ધમકી આપી હોય તો હું જાતે જ જેલમાં જતો રહીશ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે યુપી-બિહારના લોકોના ઘરે જવાનું કારણ એ છે કે તેમણે પહેલેથી છઠ પૂજાની છુટ્ટી લઈ રાખી છે અને હવે તે પોતાના રાજ્યમાં જઈ રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે ગુજરાત બધાનું છે. એ જેટલુ મારુ છે તેટલુ જ તમારુ પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં યુપી-બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે અને તે પોત પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 42 કેસ ફાઈલ થઈ ચૂક્યા છે. વળી, 400 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
In fact the truth is that people from Bihar have already applied for leave for Chhath Puja. This is the only reason they are moving to their state: Alpesh Thakor, Congress MLA, on allegations that he fanned violence against UP&Bihar migrants in #Gujarat pic.twitter.com/qnqDfnZAQX
— ANI (@ANI) 9 October 2018
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઠાકોર સમાજની 14 માસની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો જેના આરોપમાં બિહારથી આવેલા એક મજૂરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે બહારના રાજ્યના લોકોને ગુજરાતમાં નોકરી ના આપવી જોઈએ. આરોપ છે કે ત્યારબાદ સેંકડોની સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓએ મહેસાણાના એક કારખાનામાં ઘૂસીને મજૂરોની ખરાબ રીતે મારપીટ કરી અને તેમને ગુજરાત છોડવા માટે મજબૂર કરી દીધા.












Click it and Unblock the Notifications
