અમિત શાહે રાજ્યભાની ચૂંટણી માટે ભર્યું નામાંકન,બેનની સૂચક હાજરી!

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નામાંકન પત્ર ભર્યું. સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ છોડી ભાજપના છેડો પકડનાર બલવંતસિંહ રાજપૂત પણ આ પદ માટે નામાંકન ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ્યારે શંકર સિંહ વાઘેલા સગા તેવા બલવંતસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી ત્યારથી જ તેમનું નામ રાજ્યસભા પદની ચૂંટણીના ઉમેદવાદ તરીકે ઉલ્લેખાતું હતું. અને આજે ભાજપના ટેકા સાથે તેવું થઇ પણ ગયું. 

amit shah

વધુમાં નોંધ લેવા જેવી વાત તે પણ રહી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની બાજુમાં બેસીને જ અમિત શાહે નામાંકન પત્ર ભર્યું હતું. સામાન્ય રીતે તેવું માનવામાં આવે છે કે બેન અને શાહને ઊભે પણ નથી બનતું. પણ અહીં કંઇક અલગ જ જોવા મળ્યું. નોંધનીય છે કે અમિત શાહ પહેલી વાર રાજ્યસભા પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. અને સ્મૃતિ ઇરાની બીજી વાર આ પદ માટે નામાંકન ભરી રહી છે. તો બલવંત સિંહ રાજપૂત માટે પણ આ પહેલી જ ચૂંટણી છે. જો કે આંકડાઓનું ગણિત જોતા આ તમામની જીત પાક્કી જ માનવામાં આવી રહી છે. 

English summary
BJP National President Amit Shah filing nomination for Rajya Sabha from Gujarat today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.