અમિત શાહ રાજ્યમાં e-FIR સિસ્ટમ લોન્ચ કરશે, વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઓનલાઇન કરી શકાશે
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમતિ શાહ દ્વારા e FIR સિસ્ટમને લોચ કરશે. કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાસંદ ગુજરાતના બે દિવસની પ્રવાસે આવી રહ્યા છે. જેમા તે 250 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં કરશે. e FIR સિસ્ટમ વા
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમતિ શાહ દ્વારા e FIR સિસ્ટમને લોચ કરશે. કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાસંદ ગુજરાતના બે દિવસની પ્રવાસે આવી રહ્યા છે. જેમા તે 250 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં કરશે. e FIR સિસ્ટમ વાહન ચોરી અને મોબાઇલ ચોરીની ઘટનામાં પ્રથમિક સ્તરે શરૂ કરવામાં આવશે.

આ અંગે ગૃહરાજ્ય મત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના નાગરીકોને સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચની અગ્રતા છે. સાથે સાથે નાગરીકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલીક મળે તે માટે સરકાર સત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં લેવાયેલુ ગૃહ વિભાગનું વિશેષ પગલુ એટલે e FIR વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરીકોની ફરિયાદ દાખલ કરવાામાં વિલંબ ના થાય અને નાગરીકોને પોલિસ્ટેશના ધક્કા ના ખાવા પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગૃહ મત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, e FIR માં આધુનિક જમાનામાં વાહન ચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદ લખાવ્યા બાદ 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરીને વેરીફાય કરવામાં આવશે 72 કલાકમાં એફઆઇઆર લોન્ચ કરવામાં આવશે તેની જાણ ફરિયાદીને એસએણએસથી કરવામાં આવશે. અને અધિકારી 120 કલાકમાં એફઆઇઆર લોન્ચ કરવની ચૂકી જશે તો ઓટોમેટિક એફઆઇઆર લોન્ચ થઇ થશે. ત્યાર બાદ અરજી પર શુ કામગીરી થઇ ચાર્જશીટ ક્યારે થઇ તેની જાણ થતિ રહેશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ નાગરીકે પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ કરવાની જરૂરીયાત નહી રહે.
કેન્દ્રીય ગૃહ મત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવેલ સીસીટીવી કેમારા આધારીત સર્વેલેન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સન્ટર ત્રિનેત્રનું ઉદ્દઘાટન કરવામાં આવશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલ માનવ તસ્કરી અને બાળકોને લગતા ગુનાઓની કામગીરી કરતા ખઆસ પોલીસ એકમ AHTU એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે 40 જીપ, અે 40 મોટર સાયકલ એમ કુલ 80 વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. તેમજ રાજ્યના પોલીસને આપવામાં આવેલા 10 હજાર બોડી વેન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ પણ કરવામાં આવશે.
રાજ્યના નાગરિકો માટે કરવામાં આવેલી આ ઓનલાઇન સિસ્ટમને શાળા કોલેજોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જેના માટે 14 ઓગસ્ટ સુધી જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા કેમ્પેઇન ચલામાં આવશે. એપ્લિકેશનના માધ્યથી લોકોને લોકો મોબાઇલ અને વાહન ચોરીની ફરિયાદ કરી શકે તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
