Gujarat Tourism : અમિતાભ બચ્ચન ફરી ગુજરાત ટુરીઝમને પ્રમોટ કરશે, આ સ્થળોએ થશે શૂટિંગ
Gujarat Tourism: બિગ બી અમિતાભ બચ્ચન ગુજરાતના પર્યટનને પ્રત્સાહન આપવા માટે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે અને ખુશ્બુ હૈ ગુજરાત કી જેવા અભિયાન કરી ચુક્યા છે. હવે તેઓ ફરી આ અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નડાબેટ, વડનગરનું બૌદ્ધિષ્ટ સર્કિટનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે અપીલ કરી હતી, જે તેમણે તરત જ સ્વીકારી હતી, અને ગુજરાત માટે પ્રમોશનલ ફિલ્મો બનાવી હતી.

આમાં ઘણી પ્રવાસન સ્થળો દર્શાવાયા હતા, તો ઘણા પ્રવાસન સ્થળોની અવગણના કરાઇ હતી. જેમાં કુછ દીન તો ગુજારો ગુજરાત મે, સુત્ર દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું.
પ્રચારને કારણે પર્યટન ઉદ્યોગમાં વધારો થયો - પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, બચ્ચનના આ અભિયાન બાદ Gujarat Tourism ને પાંખો મળી અને તેમાં લગભગ 20 ટકાનો વધારો થયો હતો. અમિતાભ બચ્ચન હવે ફરી એકવાર ગુજરાત પ્રવાસન વિભાગનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.
આ સ્થળોને કરવામાં આવશે પ્રમોટ - કચ્છનું રણ, સોમનાથ, દ્વારકા, અંબાજી, ગીર જંગલ, સાપુતારા બાદ હવે પ્રવાસન વિભાગમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગરનું બૌદ્ધ સર્કિટ, પોલો ફોરેસ્ટ, ભારત-પાક બોર્ડર દર્શન નડાબેટ, માતાનો મઢ, પાવાગઢ મંદિર, શૈત્રુંજય, ડાંગના જંગલો, ધરોઇ ડેમ વગેરે કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
