અમૂલનો ટેસ્ટ થયો મોંઘોઃ દૂધમાં 2 રૂપિયાનો વધારો

તાજેતરમા ગુજરાત કો-ઓ. મિલ્ક માર્કેટિંગ ફેટરેશનની એક બેઠક મળી હતી, જેમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારો આજથી સૌરાષ્ટ્ર, અમદાવાદ, આણંદમાં અમલી કરવામાં આવ્યો છે. અમૂલની ભાવ વધારાની જાહેરાતના પગલે અન્ય જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પણ પોતાની પ્રોડક્ટમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.
આજથી લાગુ થયેલા અમૂલ દૂધના ભાવ પર એક નજર ફેરવવામાં આવે તો ડાયમંડનો ભાવ રૂ. 44થી વધીને રૂ. 45, ગોલ્ડ રૂ 40થી વધીને રૂ. 42, શક્તિ રૂ 36થી વધીને રૂ. 38 ભાવ વધારો કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ટી સ્પેશિયલ, તાઝા અને એસએનટીના ભાવમાં પણ વધારો કરાયો છે. ગાયના દૂધની વાત કરવામાં આવે તો ગાયનું દૂધ રૂ. 33થી વધીને રૂ. 35 કરવામા આવ્યું છે.












Click it and Unblock the Notifications
