Amul price hike : અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો, જાણો નવા ભાવ
Amul price hike : મોંઘવારીના માર નીચે દબાઈ રહેલા લોકો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
આ નવા ભાવ આજે મોડી રાત્રથી જ લાગુ થશે. આ વધારો અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ શક્તિ, અમૂલ સ્ટાન્ડર્ડ અને અમૂલ ગાય દૂધના વિવિધ પેકેજિંગ પર લાગુ થશે.

અમૂલના નવા ભાવ
અમૂલ ગોલ્ડ
500 મિલી: ₹33 થી વધીને ₹34
1 લિટર: ₹65 થી વધીને ₹67
અમૂલ સ્ટાન્ડર્ડ
500 મિલી: ₹30 થી વધીને ₹31
અમૂલ તાજા
1 લિટર: ₹53 થી વધીને ₹55
અમૂલ ગાય દૂધ
500 મિલી: ₹28 થી વધીને ₹29
આ ભાવ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ગ્રાહકો પહેલેથી જ વધતી જતી મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. દૂધ એ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવાથી આ વધારો સામાન્ય ઘરના બજેટ પર વધારાનું દબાણ લાવી શકે છે. અમૂલના આ નિર્ણયની બજારમાં અને ગ્રાહકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
અમૂલ દ્વારા આ વધારાનું કારણ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી પરંતુ ઉત્પાદન ખર્ચમાં વધારો અને બજારની પરિસ્થિતિઓને આ નિર્ણય સાથે જોડવામાં આવી રહ્યું છે. ગ્રાહકો હવે આ નવા ભાવ સાથે ગોઠવાવવા માટે તૈયારી કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સતત વધી રહેલી મોંઘવારીને લઈને સતત દૂધના ભાવ વધી રહ્યાં છે. અમૂલ ડેરી સિવાયની ઘણી ડેરીઓએ હાલમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારાની અસર સીધી ગૃહિણીઓના બજેટ પર થાય છે.












Click it and Unblock the Notifications
