Amul price decrease : અમૂલે ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો, જાણો નવા ભાવ
Amul price decrease : ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં દૂધ પુરૂ પાડતી ગુજરાતની જાણીતી અમૂલે દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી સતત ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે અમૂલે સામાન્ય લોકોને રાહત આપી છે. અમૂલે અલગ-અલગ દૂધમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

ઘણા લાંબા સમય પછી અમૂલ ડેરીએ તેની કોઈ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરી છે.
અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ એમ ત્રણ દૂધમાં 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો.
હવે અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
