સીડી કાંડ: હાર્દિક પટેલને IAS દ્વારા પહેલા જ મળી હતી બાતમી

Written By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલની તથાકથિત વીડિયો ક્લિપ બહાર આવતા રાજ્યના રાજકારણમાં ચકચાર મચી છે. હાર્દિક પટેલનો પાટીદારોનો સાથ મળી રહ્યો છે. હાર્દિક પટેલે આ તમામ વીડિયોને નકલી ગણાવતા તેનો દોષ ભાજપના માથે થોપ્યો છે. સાથે જ તેણે જણાવ્યું છે કે, આ તથાકથિત વીડિયો ક્લિપ મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાર્દિકે કહ્યું કે, હું વકીલનો સંપર્ક કરીશે અને આ ષડયંત્ર રચનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશ. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલે કહ્યું કે, મને ફરક નથી પડતો કે, અશ્વિન પટેલે મારી વિરુદ્ધ શું બહાર પાડ્યું છે. મારો પહેલો મુદ્દો અનામત છે. પરંતુ આ બધા પરથી એટલું સ્પષ્ટ થઇ ગયું છે કે, હાર્દિક મોટો થઇ ગયો. એક 23 વર્ષના યુવકને હરાવવા માટે ભાજપ આ રીતનું ગંદુ રાજકારણ રમી રહ્યું છે. ભાજપે આ બધું જે કર્યું છે, એનાથી મને કોઇ ફરક નથી પડતો.

hardik patel

સુરતમાં મળી હતી જાણકારી

ઉલ્લેખનીય છે કે, આવું કંઇ થવાની આશંકા હાર્દિકને પહેલેથી જ હતી. તેમણે સીડી બહાર આવ્યાના થોડા સમય પહેલાં કહ્યું પણ હતું કે, ધીરે-ધીરે મારી વીડિયો ક્લિપ અને સીડી પણ બહાર આવશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, તે ઓ જ્યારે સુરત ગયા હતા ત્યારે તેમના આઇએએસ અને આઇપીએસ મિત્રોએ તેમને ચેતવ્યા હતા અને જણાવ્યું હતું કે, હાર્દિક, તારી વિરુદ્ધ મોટી રમતની યોજના બની રહી છે. તને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. સાથે જ હાર્દિકે કહ્યું કે, ભાજપે જે રાત્રે પત્રકાર પરિષદ કરી અહમદ પટેલ પર આતંકવાદીઓ અંગે આરોપ મુક્યો, એ દિવસે ખરેખર તો મારો તથાકથિત વીડિયો જાહેર કરવાની યોજના હતી, પરંતુ એવું થયું નહીં.

મહિલાઓના મત ડાયવર્ટ કરવાનો પ્રયત્ન

હાર્દિકે આગળ કહ્યું હતું કે, ચાલો માની લઉં કે આ મારા વીડિયો છે, પરંતુ જો એવું હોય તો પણ આ મારી અંગત વાત કહેવાય. કોઇના અંગત જીવન પર હુમલો કરવો, જાસૂસી કરવી, અંગત પળોને કેમેરામાં કેદ કરવી એ લોકતંત્ર છે? મારા અંગત જીવન અને અનામતને કોઇ લેવાદેવા નથી. તેણે આગળ કહ્યું કે, આ આંદોલન સાથે મહિલાઓ સૌથી વધુ જોડાયેલી છે. મારી પર તેમનો આશીર્વાદ છે. મહિલાઓના મત ડાયવર્ટ કરવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. જ્યારે હાર્દિકનો આવો પહેલો વીડિયો બહાર આવ્યો હતો, ત્યારે પણ તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, મારું અપમાન કરો, મને ફરક નથી પડતો, પરંતુ ગુજરાતની મહિલાઓનું પણ અપમાન થયું છે.

English summary
Hardik Patel says, an IAS already told him that something like this is gonna happen when he went Surat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.