ગુજરાતના માછીમારો માટે સરકારનો મહત્વનો નિર્ણય, બોટોના સર્વેની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ
દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની રીઅલ ક્રાફ્ટ પોર્ટલ ઉપર ભૌતિક ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે માટે ભૌતિક ચકાસણીની સમયમર્યાદા આજે 31 જૂલાઈએ પુરી થતી હતી તેને રાજ્ય સરકારે વધારી છે.
રાજ્યના વિવિધ માછીમાર બોટ એસોસિએશન, મંડળી, માછીમાર આગેવાનો, બોટ માલિકો દ્વારા રાજ્યની તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણની સમયમર્યાદા વધારવા માટે સરકારને રજુઆત બાદ આ નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય અંગે માહિતી આપતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યના માછીમારોની રજૂઆતો અને તેમના બૃહદ હિતને ધ્યાને લઇ તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણીની સમયમર્યાદા એક મહિનો એટલે કે આગામી તા. ૩૧-૮-૨૦૨૩ સુધી વધારવામાં આવ્યો છે.
તેમને જણાવ્યુ કે, આ વધારાના સમયગાળા દરમ્યાન રાજ્યના માછીમારો માછીમારીની પ્રવૃતિ કરવા જઈ શકશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેમણે તેમની અનુકૂળતાએ બિનચૂક આ સર્વે પણ કરાવી લેવાનો રહેશે. દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે માછીમારોએ આ સર્વે કરાવવો ફરજિયાત છે.












Click it and Unblock the Notifications
