સહકાર ક્ષેત્રે સરકારનો મહત્વના નિર્ણય, સહકારી મંડળીઓના સભાસદોને મળશે 20 ટકા ડિવિડન્ડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 87000થી વધુ સહકારી મંડળીઓના લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને 20 ટકા સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપી છે. જેના થકી દર વર્ષે અંદાજીત કરોડો રૂપિયાનો ફાયદો થશે.

વધુમાં સહકારી મંડળીઓ દ્વારા ખરીદીને વધુ પારદર્શક બનાવવા ગુજરાત સરકાર દ્વારા તારીખ 31 જુલાઇ, 2023ના જાહેરનામાથી રાજ્યની ટોચની સહકારી મંડળીઓ, સમવાયી સહકારી મંડળીઓ, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બેંક અને ખાંડ સહકારી મંડળીઓને રૂપિયા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. આથી આ સહકારી મંડળીઓએ હવે રૂપિયા 5 લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત પણે કરવાનું રહેશે.

Bhupendra Patel

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્વના એવા સહકાર ક્ષેત્રમાં જરૂરી સુધારા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા આ જનહિતકારી નિર્ણય કરવામાં આવ્યા છે.

હાલની સ્થિતિએ ગુજરાતમાં સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી સભાસદોને કરી શકતા હતા, પરંતુ રાજ્ય સરકારના 11 ઓગષ્ટ, 2023ના નોટિફિકેશનની ડિવિડન્ડની મર્યાદા 20 ટકા કરવામાં આવેલા છે. જેના કારણે સહકારી મંડળીઓ ચોખ્ખા નફામાંથી સભાસદોની શેરની રકમ ઉપર 20 ટકા સુધી ડિવિડન્ડ વહેંચશે, ત્યારે સભાસદોને દર વર્ષે 5 ટકા વધારાનો સીધો ફાયદો થશે. આ નિર્ણય થી સહકારી મંડળીઓ સાથે જોડાયેલા લાખો સભાસદો અને તેમના પરિવારના કરોડો સભ્યોને આડકતરી રીતે મોટો આર્થિક લાભ થશે.

નોંધનીય છે કે, રાજ્યની સહકારી મંડળીઓમાં થતી ખરીદીને પારદર્શક બનાવવા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961માં કલમ-156 A ઉમેરવામાં આવેલ હતી, પરંતુ કઈ સહકારી મંડળીઓએ ઈ-ટેન્ડરિંગ કરવું તથા કેટલી રકમની ખરીદી માટે ઈ-ટેન્ડરિંગ કરવું તે બાબત નક્કી થયેલા ન હતી.

ગુજરાત સરકાર દ્વારા ઇ-ટેન્ડરિંગ ફરજિયાત કરવામાં આવતા રાજ્યની સહકારી મંડળીઓમાં પારદર્શક ખરીદી થશે. જેથી તેનો સીધો ફાયદો રાજ્યના લાખો લોકોને થશે કે, જેઓ સભાસદ તરીકે આ મંડળીઓ સાથે જોડાયેલા છે. આ જાહેરનામાંથી રાજ્ય સરકારે પારદર્શક વહીવટની પ્રતિબદ્ધતાનો જનતાને અહેસાસ કરાવવામાં આવ્યો છે. ગુજરાત સરકાર સહકારી ક્ષેત્રને મજબૂત કરવા તથા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સભાસદોના આર્થિક લાભ માટે સતત પ્રયત્નશીલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X