અફઘાની વિદ્યાર્થીએ સાથે ભણતી યુવતિને આપી એસિડ એટેકની ધમકી

Subscribe to Oneindia News

આણંદ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતી મૂળ આણંદની અમેરિકા સ્થાયી થયેલી NRI વિદ્યાર્થીનીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ કોલેજમાં ભણતો અફઘાનિસ્તાનનો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી NRI વિદ્યાર્થીનીના મોબાઈલ ફોન અને મેસેજ કરી બિભત્સ માંગણી કરી અશ્લીલ વીડીયો તેના પિતાને મોકલી આપવાની તેમજ એસિડ નાંખી ચહેરો બગાડવાની ધમકી આપતો હતો . વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

nri

અફઘાનિસ્તાન વિદ્યાર્થીએ NRI વિદ્યાર્થીનીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. વિદ્યાર્થીનીને સતત તેના મોબાઈલ ફોન કરી બિભત્સ માંગણીઓ કરતો હતો વિદ્યાર્થીનીએ કંટાળીના તેનો ફોન નંબર બ્લોક કરી દેતા અન્ય મિત્રના મોબાઈલ પરથી ફોન અને મેસેજ કરી હેરાન કરતો હતો. અશ્લીલ વિડિયો તેમજ તેના ફોટા તેના પિતાને મોકલવાની ધમકીઓ આપતો હતો. એસિડ નાંખી ચહેરો ખરાબ કરી દેવાનો ધમકીઓ આપતો હતો. વિદ્યાથીનીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાથીનીનો પરિવાર મૂળ આણંદનો છે. પરિવાર છેલ્લાં કેટલા વર્ષોથી અમેરિકામાં સ્થાયી ગયો છે. વિદ્યાર્થીની છેલ્લાં પાંચ વર્ષથી આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તબીબનો અભ્યાસ કરતી હતી. તેની સાથે અભ્યાસ કરતા અફઘાનીસ્તાનના કાબુલના રહેવાસી અબુઝર મોહમ્મદ હુસૈન રોશન નામના વિદ્યાર્થીએ સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે મિત્રતા રહ્યા બાદ વિદ્યાર્થીનીએ કોઈ કારણોસર તેની સાથેની મિત્રતા તોડી નાંખી હતી.

English summary
Anand :Afghani student threatens to drop acid on her college colleague girl.Read here more.
Please Wait while comments are loading...