આણંદમાંથી બકરા ચોર ગેંગ ઝડપાઈ

Subscribe to Oneindia News

આણંદ LCB પોલીસે ભાલેજ ચોકડી પરથી રીક્ષામાં જતી બકરાં ચોર ગેંગને ઝડપી પાડી છે તથા વધુ તપાસ ઉમરેઠ પોલીસના હવાલે કરી છે. ઉમરેઠ પોલીસે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન કેટલીક બકરા ચોરી ના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

anand

ઉમરેઠ પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી બકરાં ચોરીના બનાવો વધી રહ્યા હતા. જે અંગે આણંદ પોલીસે તપાસ હાથ ધરતાં આ ચોરીમાં નડિયાદની તળપદા ગેંગની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન ચોરો ભાલેજ વિસ્તારમાં ફરી ચોરી કરવા માટે રીક્ષામાં આવવાના હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ ભાલેજ ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ભાલેજ-કાસોર ચોકડી તરફથી એક રિક્ષા, જેમાં ડ્રાયવર સાથે ત્રણ શખ્સો સવાર હતાં, તેની પર શંકા જતાં પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ રિક્ષા ચાલકે થોડે દુરથી રીક્ષાને બીજી તરફ વાળીને ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે કોર્ડન કરી રિક્ષા ઝડપી લીધી હતી.

રિક્ષાની તપાસ કરતાં પાછળના ભાગે જીજે-23 વાય-2572 નંબર લખેલો હતો, જ્યારે આગળના ભાગે નંબર નહોતો. રિક્ષામાંથી ત્રણ શખ્સો પકડાયા હતા, જેમની ઓળખાણ ભાવેશભાઈ સુરેશભાઈ રાણા, રોહન ઉર્ફે ભુરીયો તળપદા તેમજ હિતષભાઈ પ્રવિણભાઈ ચૌધરી તરીકે થઇ છે. ત્રણેયને રિક્ષા સાથે પોલીસ મથકે લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે બે-ત્રણ દિવસ પહેલાં સુરેલી ગામની નહેર પરથી ત્રણેક જેટલા બકરાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી આ ત્રણેયને વધુ તપાસ અર્થે ઉમરેઠ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

English summary
Anand: Police caught the goat thieves gang.Read here more:
Please Wait while comments are loading...