• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓર્ગેનીક ફાર્મિંગનું ફલક વિસ્તારી તેને આર્થિક ઉપાર્જનનું ક્ષેત્ર બનાવાશે

By Kumar Dushyant
|

અમદાવાદ, 7 જાન્યુઆરી: મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઓર્ગેનિક ફાર્મિંગના ફલકને વિસ્તારી તેને આર્થિક ઉપાર્જનનું ક્ષેત્ર બનાવવા માટેની નેમ વ્યક્ત કરી હતી. કૃષિ અને સહકાર વિભાગ તથા મ્યુાનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે સતત ત્રીજા વર્ષે યોજાઇ રહેલા ઓ.એન.જી.સી. અમદાવાદ ફ્લાવર શો-2015ને મુખ્ય મંત્રીએ ખુલ્લો મુક્યો હતો. મુખ્યમંત્રીએ ફ્લાવર શોના દરેક સ્ટોરની વ્યક્તિગત મુલાકાત લઇ ફુલો અને ફળોની વિગતોની જાત માહિતી મેળવી હતી.

flower-show-2

મુખ્યમંત્રીએ લગ્ન પ્રસંગો અને જાહેર પ્રસંગોએ ફુલોની જગ્યા એ બાળકોએ દોરેલાં ચિત્રોનો શણગાર કરવા કેમ ઉપયોગ ન કરી શકાય તેવો પ્રશ્ન કરીને ચિત્રો દ્વારા એક સારો વિચાર સમાજ સમક્ષ મૂકવા માટેનું સુચન કર્યું હતું. મુખ્યમંત્રીએ અમદાવાદ શહરેના પ્રાથમિક શાળાના ૪૦ હજાર વિદ્યાર્થીઓની યોજાયેલી ચિત્રસ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમણે બાળકોમાં રહેલી ટેલેન્ટને ઉજાગર કરવા કોર્પોરેશને પ્રયત્ન કર્યો છે તેની સરાહના કરી હતી.

flower-show-5

મુખ્યમંત્રીએ કોર્પોરેશને ઓર્ગેનિક ખેતી કરનાર કૃષકોને ફ્લાવર શોના માધ્યમ દ્વારા પોતાની પેદાશના વેચાણનું પ્‍લેટફોર્મ પૂરૂ પાડ્યું છે ત્યારે ભવિષ્યમાં અમદાવાદમાં વધુ ઓર્ગેનિક સ્ટોર શરૂ થાય તો લોકોને શુધ્ધ અને સાત્વીક ઓર્ગેનિક ફુડ આરોગવા મળે તે માટેનો સુઝાવ આપ્યોં હતો.

flower-show-1

આ ફ્લાવર શોમાં ૬પ હજાર ચો.મી.ની વિશાળ જગ્યારમાં ફળ-ફુલ, છોડ, બોન્સાઇ, કેક્ટસ, પામ વગેરેની ૭૫૦થી વધુ જાતોના ૩.૫૦ લાખ રોપાનું એક સ્થળે પ્રદર્શન યોજાયું છે. ફળ, ફુલ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્કલ્પાચર સાથેનું લેન્ડીસ્કેુપીંગ, ગ્રીન હાઉસનું લાઇવ ડેમોસ્ટ્રેશન, ફળ-ફુલની ૧૮ નર્સરીઓના પ્રદર્શન અને વેચાણકેન્દ્રો પણ પ્રદર્શનમાં રખાયા છે.

flower-show-4

આ ફ્લાવર શો ના ઉદઘાટન પ્રસંગે સંસદસભ્ય કિરીટભાઇ સોલંકી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી શંકરભાઇ ચૌધરી, અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ, કમિશનર ડી. થારા, ક્લેકટર રાજકુમાર બેનીવાલ, ધારાસભ્યો રાકેશભાઇ શાહ, ભૂષણભાઇ ભટ્ટ, સુરેશભાઇ પટેલ, વલ્લભભાઇ કાકડિયા, નિર્મલાબેન વાધવાણી તથા મ્યુનિસિપલ કોર્પોરેટરો, અધિકારીઓ-પદાધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
The third edition of flower show, organized by the Ahmedabad Municipal Corporation was inaugurated today by state Chief Minister who was joined by Minister Shankarbhai Chaudhary and city Mayor Minakshiben Patel.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more