For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે અનંત એસ દવેની નિમણૂંક

ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે અનંત દવેની નિમણૂક

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર શુભમ રેડ્ડીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક થતાં ગુજરાત હાઈકોર્ટના કામ ચલાઉ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ દવેની પસંદગી કરવામાં આવી છે. જસ્ટિસ રેડ્ડી આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કરશે. 1 નવેમ્બરે બપોર પછી આર શુભમ રેડ્ડી માટે વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે સિનિયર જસ્ટીસ અકિલ હામીદ કુરેશીને મુંબઈ ટ્રાન્સફર કરી દીધા હતા, જેથી આગામી સૌથી સિનિયર જજ અનંત દવેને એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે નિમવામાં આવ્યા છે.

gujarat high court

કોણ છે અનંત દવે
અનંત દવેનો જન્મ 5 ડિસેમ્બર 1957ના રોજ પંચમહાલ જિલ્લાના એક આદિવાસી વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડે જ મેળવ્યું. ગ્રેજ્યુએશનમાં લૉ સબ્જેક્ટ સાથે કોમર્સ કર્યું. 30 ડિસેમ્બર 1998માં એલએલબીની ડિગ્રી મેળવીને તેમણે બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. 1990થી તેઓ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે ચર્ચા કરી આખરે અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં બદલીની મહોર લગાવી દીધી છે. જો કે આ બદલીથી ગુજરાતના વકીલો નારાજ થયા છે. વકીલોએ આજે કામકાજથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ રાજ્યભરના બાર કાઉન્સિલને પણ આ આંદોલનમાં સપોર્ટ કરવા કહ્યું છે.

આ પણ વાંચો- એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતી

English summary
anant s dave appointed as a chief justice of gujarat high court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X