For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતી

યૌન શોષણના ઘણા આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર એક પત્રકારે બળત્કારનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

યૌન શોષણના ઘણા આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર એક પત્રકારે બળત્કારનો આરોપ લગાવ્યો છે. એનપીઆરની ચીફ બિઝનેસ એડિટર પલ્લવી ગોગોઈએ અકબર પર તેના યૌન શોષણ અને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ગોગોઈએ બ્લોગ લખીને જણાવ્યુ કે વર્ષો પહેલા એશિયલ એજમાં કામ દરમિયાન એમ જે અકબરે તેના પર બળાત્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે #MeToo અભિયાન હેઠળ 20થી વધુ પત્રકાર એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માનીઆ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માની

પલ્લવીએ વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યો બ્લોગ

પલ્લવીએ વોશિંગ્ટન પોસ્ટમાં લખ્યો બ્લોગ

એનપીઆરની ચીફ બિઝનેસ એડિટર પલ્લવી ગોગોઈએ અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટ વેબસાઈટમાં બ્લોગ લખીને અકબરની કરતૂતોનો ખુલાસો કર્યો છે. ગોગોઈએ પોતાના બ્લોગમાં લખ્યુ, ‘હું 22 વર્ષની હતી જ્યારે હું એશિયન એજમાં કામ કરવા ગઈ, જ્યાં મોટાભાગે મહિલાઓ હતી. અમે બધા અકબર સાથે કામ કરીને ખુશ હતા. તેમનું પત્રકારત્વમાં ઘણુ નામ હતુ.' ગોગોઈએ લખ્યુ કે એવો કોઈ દિવસ નહોતો જ્યારે અકબર તેમાંથી કોઈના પર બૂમો નહોતા પાડતા પરંતુ દરેક જણ તે સહન કરી લેતા.

‘રૂમમાં કિસ કરવા માટે આગળ વધ્યા અકબર'

‘રૂમમાં કિસ કરવા માટે આગળ વધ્યા અકબર'

ગોગોઈએ જણાવ્યુ કે, ‘23 વર્ષની ઉંમરમાં અકબરે તેને ઓપ-એડ પાનાંની એડિટર બનાવી દીધી. આટલી નાની ઉંમરમાં આ એક મોટી જવાબદારી હતી પરંતુ પોતાની પસંદગીની નોકરી માટે હું ટૂંક જ સમયમાં મોટી કિંમત ચૂકવવા જઈ રહી હતી. તે 1994ની ગરમીઓની વાત છે જ્યારે હું તેમના રૂમમાં પેજ અને હેડલાઈન બતાવવા ગઈ હતી. તેમણે મારા પ્રયત્નોની પ્રશંસા કરી અને પછી મને કિસ કરવા માટે આગળ વધ્યા. હું બેલેન્સ ખોઈને ઓફિસની બહાર નીકળી ગઈ.' ગોગોઈએ જણાવ્યુ કે તેના થોડા મહિનાઓ બાદ અકબરે ફરીથી આમ કર્યુ.

‘હું ભાગવા લાગી તો તેમણે મારો ચહેરો નોચ્યો'

તેમણે મને કહ્યુ, ‘મને એક મેગેઝીનની લોન્ચિંગમાં મદદ માટે બોમ્બો બોલાવવામાં આવી. તેમણે લેઆઉટ જોવા માટે મને તેમની ફેન્સી તાજ હોટલના રૂમમાં બોલાવી. જ્યારે તે મને કિસ કરવા માટે આગળ વધ્યા તો હું તેમની સાથે લડી અને તેમને પાછળ ધકેલી દીધા. હું ભાગવા લાગી તો તેમણે મારો ચહોર નોચી લીધો. જ્યારે હું પાછી દિલ્હી આવી તો અકબરે મને ધમકી આપી કે જો મે તેમને ફરીથી રોક્યા તો મને નોકરીમાંથી કાઢી મૂકશે પરંતુ મે નોકરી છોડી નહિ. આ ઘટના બાદ એક સ્ટોરી મને દિલ્હીથી દૂર લઈ ગઈ. આ અસાઈનમેન્ટ જયપુરમાં ખતમ થવાનુ હતુ.'

‘હું કેમ એ રૂમમાં ગઈ?'

‘હું કેમ એ રૂમમાં ગઈ?'

અકબરે મને કહ્યુ કે હું જયપુરમાં તેમની હોટલમાં આવીને સ્ટોરી ડિસ્કસ કરુ. એ રૂમમાં તેમણે મારા કપડા ફાડ્યા અને મારા પર બળાત્કાર કર્યો. હું તેમની સામે લડી પરંતુ તે શારીરિક રીતે ઘણા તાકાતવાળા હતા. તેમની સામે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવવાના બદલે હું શરમમાં ડૂબી ગઈ. મે આના વિશે ત્યારે કોઈને પણ ન કહ્યુ. શું કોઈ મારો વિશ્વાસ કરતુ? મે મારા પોતાના પર આરોપ લગાવ્યો. હું કેમ એ રૂમમાં ગઈ? પલ્લવી ગોગોઈએ લખ્યુ કે ત્યારબાદ અકબરની તેના પર પકડ વધુ મજબૂત થઈ ગઈ.

પલ્લવીને કોઈ બીજા પુરુષ સાથે વાત કરતા જોતા ગુસ્સામાં આવી જતા અકબર

પલ્લવીને કોઈ બીજા પુરુષ સાથે વાત કરતા જોતા ગુસ્સામાં આવી જતા અકબર

પલ્લવીને કોઈ પણ પુરુષ સાથે વાત કરતા જોઈને તે ગુસ્સામાં આવી જતા હતા. એક વાર લંડન ઓફિસમાં જ્યારે અકબરે તેમને એક કર્મચારી સાથે વાત કરતા જોયા તો ત્યારબાદ તેમણે ગોગોઈને માર્યુ હતુ અને કેચીથી લઈને પેપરવેટ પણ તેમના પર ફેંકી દીધુ હતુ. ‘હું ત્યારબાદ કલાકો સુધી રોતી રહી. હું ઈમોશનલી, ફિઝીકલી, મેન્ટલી તૂટી ચૂકી હતી. હું જાણતી હતી કે મારે આમાંથી બહાર નીકળવાનું છે.' આ ઘટના બાદ પલ્લવીએ નોકરી છોડી ન્યૂયોર્કમાં બીજી કંપની જોઈન કરી.

અકબર સામે પ્રિયા રમાનીએ બુલંદ કર્યો હતો અવાજ

અકબર સામે પ્રિયા રમાનીએ બુલંદ કર્યો હતો અવાજ

એમ જે અકબર પર અત્યાર સુધી ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવી ચૂકી છે. બળાત્કારનો આ પહેલો કેસ છે. પલ્લવી ગોગોઈના આરોપોને એમ જે અકબરે ખોટા ગણાવ્યા છે. એમ જે અકબર સામે સૌથી પહેલા પત્રકાર પ્રિયા રમાનીએ અવાજ ઉઠાવ્યો હતો. રમાનીએ #MeToo કેમ્પેઈ હેઠળ એમ જે અકબર પર 20 વર્ષ પહેલા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઘણી મહિલાઓ ખુલીને સામે આવી હતી અને પોતાની સાથે થયેલી ઘટનાઓનો ખુલાસો કર્યો હતો.

ચારે તરફ દબાણ બાદ અકબરે આપ્યુ હતુ રાજીનામુ

ચારે તરફ દબાણ બાદ અકબરે આપ્યુ હતુ રાજીનામુ

પોતાની ઉપર લાગેલા બધા આરોપોને ખોટા ગણાવતા અકબરે પ્રિયા રમાની સામે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો હતો જેના પર સુનાવણી ચાલી રહી છે. મહિલાઓ અને વિપક્ષના દબાણ બાદ કેસની સુનાવણી શરૂ થવાની બરાબર પહેલા અકબરે રાજીનુ સોંપ્યુ હતુ. જો કે અકબર હજુ પણ સાંસદ છે. ભાજપે તેમના પર કોઈ કાર્યવાહી ન કરવા અને તેમના સાંસદ બની રહેવા પર સરકારની ઘણી ટીકા થઈ રહી છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકેઆ પણ વાંચોઃ દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકે

English summary
#MeToo: MJ Akbar Accused Of Rape And Sexual Harassment By Former Asian Age Journalist Pallavi Gogoi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X