આંગણવાડી બહેનોના વિરોધ પાછળ છે રાજકીય તત્વોનો હાથ?

Subscribe to Oneindia News

રાજ્યભરમાં અલગ-અલગ જગ્યાઓએ આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નો અને પગાર વધારાની માંગ સાથે વિરોધ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં એક નવો વળાંક આવ્યો છે. આંગણવાડી બહેનોના એક જૂથે સરકારે બજેટ દ્વારા કરેલી પગાર વધારાની જાહેરાતથી સંતોષ વ્યક્ત કરતાં આંગણવાડીની મહિલાઓના જૂથમાં જ આંતરિક મતભેદ ઊભા થયા છે.

anganwadi

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતથી ગુજરાતના ઘણા શહેરોમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા પોતાની માંગણી પૂરી કરવા માટે વિરોધ પ્રદર્શન હાથ ધરાયું છે. ગુજરાતના વર્ષ 2017-18ના બજેટ માં આ સમસ્યાનો ઉકેલ આવવાની આશા હતી, સરકાર દ્વારા આખરે છ વર્ષ આંગણવાડીના કર્મચારીઓના પગારમાં વધારાની ઘોષણા થઇ છે. આમ છતાં, કર્મચારીઓને આ વધારાથી સંતોષ ન હોવાથી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ જ રહ્યું છે.

anganwadi

આ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આંગણવાડી મહિલા કર્મચારીઓના એક જૂથ દ્વારા અમદાવાદ જિલ્લાના કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે સરકારે બજેટમાં કરેલી પગારવધારાની જાહેરાતથી સંતોષ વ્યક્ત કર્યો છે.

અહીં વાંચો - વિધાનસભામાં ભાજપના નેતાઓએ હુમલો કર્યો હતો : શક્તિસિંહ ગોહિલ

anganwadi

ગઇકાલે 23 ફેબ્રુઆરીના રોજ, સાણંદ ખાતે અલ્પેશ ઠાકોર ની નેનો પ્રોજેક્ટની તાળાબંધીના કાર્યક્રમમાં કેટલીક આંગણવાડીની પણ જોડાઇ હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, આંગણવાડી બહેનોને રાજકીય તત્વો ફોસલાવીને તેમને સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે.

English summary
Disagreement between anganwadi ladies workers.
Please Wait while comments are loading...