ગુજરાતની 4 રાજ્યસભા સીટો માટે ચૂંટણીની જાહેરાત, આ તારીખે મતદાન યોજાશે
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી થઈ રહેલી 4 સીટો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. આ સીટોનો કાર્યકાળ પુરો થતા ફરીથી ચૂંટણી યોજાવા જઈ રહી છે.
આ 4 રાજ્યસભા સીટો પર હાલ મનસુખ માંડવિયા, અમી યાજ્ઞિક, નારાયણ રાઠવા અને પુરૂષોત્તમ રૂપાલાની ટર્મ પુરી થવા જઈ રહી છે. આ સીટો પર હવે ચૂંટણી યોજાશે.

આ ચૂંટણી માટેના પુરા કાર્યક્રમ પર નજર કરીએ તો, આગામી 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આના માટે 15મી ફેબ્રુઆરી સુધીમાં નામાંકન પ્રક્રિયા હાથ ધરાશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 સીટો છે. આમાંથી આ 4 સીટો પર ચૂંટણી યોજાશે.












Click it and Unblock the Notifications
