ગાંધીનગર ખાતે G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. G20 હેઠળ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોના સફળ આયોજનો પછી ગુજરાતનું ગાંધીનગર G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (G20-CSAR) ની ઇવેન્ટ માટે સજ્જ છે.
ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20-ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલ (CSAR) ની બીજી મીટિંગ ત્રણ દ્વિપક્ષીય બેઠકો સાથે શરૂ થશે.
27 ઓગસ્ટ રવિવારના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીઓ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (MMCC) ના બોર્ડરૂમ ખાતે 4થી ઇન્ટરસેશનલ મીટિંગ બપોરે 02:15 થી 02:45 વાગ્યાના સમયગાળા દરમિયાન યોજાશે. આ મીટિંગો પત્યા બાદ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ લેવા માટે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે.
28 ઓગસ્ટનો દિવસ ગાંધીનગરની હોટલ લીલા ખાતે 'વન હેલ્થ' વિષય પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરના બોર્ડરૂમમાં G20-CSAR ની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ મતી મોના ખાંધાર દ્વારા વેલકમ એડ્રેસ (સ્વાગત પ્રવચન) આપવામાં આવશે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદ પણ બેઠકમાં સંબોધન કરશે. ત્યારબાદ CSAR મીટિંગનું પ્રથમ સત્ર યોજાશે, જેનું શીર્ષક છે: 'વધુ સારા રોગ નિયંત્રણ અને મહામારીની તૈયારીઓ માટે વન હેલ્થમાં રહેલી તકો' (ઓપોર્ચ્યુનિટીઝ ઇન વન હેલ્થ, ફોર બેટર ડીસિઝ કંટ્રોલ એન્ડ પાનડેમિક પ્રિપેર્ડનેસ). ત્યારબાદ સિંદુરા ગણપતિ એજન્ડા 1- થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ભારતીય પ્રતિનિધિઓ વિનોદ કે. પોલ, રાજીવ બહલ અને ગગનદીપ કાંગ દ્વારા ઇન્ટરવેન્શન્સ (હસ્તક્ષેપ) અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
આ બેઠકનું બીજું સત્ર 'વિદ્વાન વૈજ્ઞાનિક જ્ઞાનની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે વૈશ્વિક પ્રયત્નોને સમન્વયિત કરવા' (સિનર્જાઇઝિંગ ગ્લોબલ એફર્ટ્સ ટુ એક્સપાન્ડ ધી એક્સેસ ટુ સ્કોલરલી સાયન્ટિફિક નોલેજ) વિષય પર યોજાશે. સુદેશણા સરકાર એજન્ડા 2-થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય ઉપર ભારતીય પ્રતિનિધિઓ એલ. એસ. શશિધરા અને ટી. એ. અબિનંદનન દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
લંચબ્રેક પછી ત્રીજું સત્ર યોજાશે. આ સત્ર 'વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T)માં વિવિધતા, સમાનતા, સમાવેશ અને સુલભતા' (ડાયવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્લુઝન એન્ડ એક્સેસેબિલિટી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (S&T)) વિષય પર હશે. મતી અનિથા કુરુપ એજન્ડા 3 - થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય પર ભારતીય પ્રતિનિધિઓ સંઘમિત્રા બંદોપાધ્યાય, બાલાસુબ્રમણ્યમ અને અનિલ ગુપ્તા દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
ચોથું સત્ર 'સમાવેશી, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક સાયન્સ અને ટેક્નોલોજી પોલિસી ડાયલોગ માટે એક સંસ્થાગત પ્રણાલી' (એન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર ઇન્ક્લુઝિવ, કન્ટિન્યુઅસ એન્ડ એક્શન-ઓરિયેન્ટેડ ગ્લોબલ એસ એન્ડ ટી પોલિસી ડાયલોગ) પર યોજાશે. પરવિન્દર મૈની એજન્ડા 4 - થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ, ભારતીય પ્રતિનિધિઓ શૈલેષ નાયક, રેણુ સ્વરૂપ અને ચિંતન વૈષ્ણવ દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે. અજય કે સૂદ સમાપન સત્રને સંબોધિત કરશે. આ જ દિવસે, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર (MMCC)ના કોન્ફરન્સ રૂમ ખાતે ક્વૉડ AI એન્ગેજ મીટિંગ યોજાશે.
MMCC ના સેમિનાર હોલ 3 ખાતે સાંજે 6.00 થી 6.45 વાગ્યા દરમિયાન મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ખાતે સ્થિત પ્રતિષ્ઠિત દાંડી કુટિરની મુલાકાત લેશે. આ ઉપરાંત, 29મી ઓગસ્ટના રોજ સમાપન દિવસે વહેલી સવારે CSAR મીટિંગમાં પધારેલા પ્રતિનિધિઓ માટે વિશેષ હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું?






Click it and Unblock the Notifications
