બોયફ્રેંડ વિરાટનો બર્થડે ઉજવવા અમદાવાદ પહોંચી અનુષ્કા!
અમદાવાદ, 5 નવેમ્બર: ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના બોયફ્રેંડ વિરાટ કોહલીનો જન્મદિવસ ઉજવવા માટે અમદાવાદ પહોંચી ગઇ છે. વિરાટ કોહલી હાલમાં અમદાવાદમાં પોતાની ટીમની સાથે છે.
ગુરુવારે અમદાવાદમાં ભારતીય ટીમ શ્રીલંકાની સાથે વન-ડે મેચ રમશે. એક સૂત્રએ જણાવ્યું કે મંગળવારે અમદાવાદમાં એક ફ્લાઇટથી અનુષ્કાને ઉતરતા જોવામાં આવી છે. શર્મા વિરાટના જન્મદિવસ પર તેમની સાથે રહેશે અને તેમની સાથે ઉજવણીમાં પણ સામેલ થશે.

નોંધનીય છે કે અનુષ્કાના 26માં જન્મદિવસ પર કોહલી તેમનો બર્થડે મનાવવા ઉદયપુર પહોંચી ગયા હતા. તે સમયે અનુષ્કા ઉદયપુરમાં એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. કોહલી ઇન્ડિયન પ્રિમિયર લીગ પૂરી થતા જ ફ્લાઇટ પકડીને ઉદયપુર પહોંચી ગયા હતા.













Click it and Unblock the Notifications
