ગુજરાતના સોલાર પાર્કને જોઇ કલામ થયા આફરીન

કલામે શુક્રવારે રાજ્ય સરકારના ગેસ્ટ તરીકે સરકારના હેલિકોપ્ટરમાં સાંતલપુર તાલુકાના ચારણકા સ્થિત સોલાર પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કલામે ગાડીમાં સોલાર પાર્કમાં વિવિધ પ્લાન્ટો જોયા હતા. તેમણે વિવિધ પ્લાન્ટોના માલિકો તેમજ ઇજનેરો સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જ્યાં શક્ય હોય તેવા વિવિધ સ્થળોએ આવા પ્રોજેક્ટો અને પ્લાન્ટો સ્થાપવાનું દિશાચૂચન કર્યુ હતું.
કલામે પ્લાન્ટના વખાણ કરતા જણાવ્યું હતું કે, 'આવો સોલાર પ્રોજેક્ટ બીજે ક્યાય પણ જોવા મળવો મુશ્કેલ છે. જ્યાં કંઇ જ નહોતુ ત્યાં આવો પ્રોજેક્ટ કરાયો છે તે મોટી બાબત છે.' તેઓ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ખાતેના લેક્ચરમાં પણ આ સોલાર પાર્કનું પ્રેઝન્ટેશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઇજનેરો સાથે મુલાકાત કરી તેમણે જણાવ્યું હતું કે, સોલાર પાર્કથી કાર્બન ઓછો થઇ જશે જે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની જાળવણી માટે લાભદાયી છે. શક્ય હોય તેવા વિવિધ સ્થળોએ આવા પ્રોજેક્ટો અને પ્લાન્ટો સ્થાપવાનું દિશાચૂચન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
