ગુજરાત વિધાનસભાની નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાની નિમણૂંક

કોગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ગુજરાત વિધાનસભાની નેતા તરીકે અમિત ચાવડા અને ઉપ નેતા તરીકે શૈલષ પરમારની નિમણૂંક કરી છે.

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા અને ઉપ નેતા તરીકે શૈલષ પરમારની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં શરમ જનક હાલ બાદ વિરોધ પક્ષનો કાંટાળો તાજ પહેરવા કોઇ નેતા તૈયાર નહોતા જેથી પ્રદેશ નેતૃત્વ દ્વારા તેની જવાબદારી કેદ્રીય નેતૃત્વને સોપી હતી.

AMIT CHAVAD

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર દરમિયાન કોગ્રેસના નેતાની બેઠક મળી હતી જેમા એક લાઇનનો લેટર કેન્દ્રીય નેતૃત્વને મોકલી આપ્યો હતો. જેમા તેમના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે સર્વ સ્વીકાર્ય હશે. તેમ નક્કી કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠખો પર ભવ્ય જીત થઇ હતી જ્યારે કોગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. આપને 5 બેઠક મળી હતી જ્યારે 3 અપક્ષો ફાળે ગઇ હતી. ગુજરાત વિધાનસભાની નયમ મુજબ વિરોધ પક્ષના બંધારણીય પદ હોય તે ત્યારે જ મળી શકે જ્યારે વિરોધ પક્ષ પાસે ઓછા મા ઓછી 19 બેઠકો હોય જો આનાથી ઓછી બેઠકો હોય તો તેને વિરોધ પક્ષનો દરજ્જો મળી શક્તો નથી.

ભાજપની સરકારે કોગ્રેસને વિરોધ પક્ષના નેતાને કાયદેસર પદ નથી સોપ્યુ પરંતુ તમ છતા કોગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતાની પસંદગી કરી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X