ચૂંટણી હારેલા પી.સી.બરંડાએ પત્ર લખીને હોદ્દેદારો સામે ઠાલવ્યો બળાપો

Posted By: Staff
Subscribe to Oneindia News

અરવલ્લીની ભિલોડા બેઠક પરથી ચૂંટણી લડવા આઇપીએસ પી.સી. બરંડા નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા અને ઉમેદવાર તરીકે ઝંપલાવ્યુ હતું. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. હવે પરિણામો આવી ગયા બાદ પક્ષના લોકોને તક મળતા જ પી.સીબ.બરંડાએ પત્ર લખીને બળાપો ઠાલવ્યો છે. અને પત્ર લખીને તેમણે તેમના તેમજ પક્ષ વિરોધમાં પ્રચાર કરનારાઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના એસપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ પી.સી.બરંડાએ ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને ભાજપે તેમને હોશે હોશે ભિલોડા બેઠક પરથી ટિકિટ ફાળવી હતી. પરંતુ તેઓ જીતી શક્યા નહોતા.

P.C.Baranda

આથી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને તેમણે પત્ર લખ્યો છે અને પત્રમાં પક્ષ વિરોધીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. બરંડાએ પત્રમાં પોતાની હાર માટે અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ સહિત પાંચ પદાધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે. હવે આ પત્ર બાદ જોવું રહ્યું કે નવી સરકાર બનાવવામાં વ્યસ્ત થયેલી ભાજપ પી.સી.બરંડાની માંગણીને કેટલુંક મહત્વ આપે છે

English summary
Aravali : P.C.Baranda asked Jitu vaghani to suspend 5 BJP leaders. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.